નેશનલ

મોઇત્રાના સંસદીય આઇડીનો દુબઇમાં ઉપયોગ થયો: દુબેનો નવો દાવો

ભાજપના સાંસદે ટીઅમેસીના સાંસદ પર ફરી આરોપ મૂક્યો

નવી દિલ્હી: ભાજપના લોકસભા સાંસદ નિશિકાંત દુબેએ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા પર નવો આરોપ મુકતા દાવો કર્યો છે કે, સાંસદની સંસદીય આઇડી અને પાસવર્ડનો દુબઇમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરે (એનઆઇસી) તપાસ એજન્સીઓને આ માહિતી આપી છે.

એક્સ પર હિન્દી પોસ્ટમાં ભાજપ નેતાએ કહ્યું કે, એક સાંસદે કેટલાક પૈસા માટે દેશની સુરક્ષાને ગીરવે રાખી. સાંસદનું આઇડી દુબઇથી ખોલવામાં આવ્યું હતું ત્યારે કહેવાતા સંસદસભ્ય ભારતમાં હતા. વડા પ્રધાન, નાણા વિભાગ અને કેન્દ્રીય એજન્સીઓ સહિત સમગ્ર ભારત સરકાર આ એનઆઇસીઓ ઉપયોગ કરે છે. વધુમાં દુબેએ કહ્યું કે, શું તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) અને વિપક્ષે હજુ પણ રાજનીતિ કરવાની છે? લોકો નિર્ણય લેશે. એનઆઇસીએ તપાસ એજન્સીઓને માહિતી આપી છે. જો કે તેમણે એજન્સીના નામનો ઉલ્લેખ કર્યો નહોતો.

તેમની પોસ્ટમાં દુબેએ મોઇત્રાનું સીધું નામ ન લેતા અદાણી જૂથ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવા માટે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના કહેવા પર લોકસભામાં પ્રશ્ર્નો પૂછવા માટે લાંચ અને તરફેણનો આરોપ મૂક્યો હતો. લોકસભાની એથિક્સ કમિટી દુબેની ફરિયાદની તપાસ કરી રહી છે અને તેમને મૌખિક પુરાવા રેકોર્ડ કરવા માટે ૨૬ ઑક્ટોબરે તેની સામે હાજર થવા જણાવ્યું છે. મોઇત્રાના પક્ષે મૌન સેવ્યું છે પરંતુ તેણી લડાયક મૂડમાં છે અને અદાણી જૂથ અને દુબે પર પ્રહાર કરવાનું ચાલું રાખ્યું છે. તેમજ તેના પર લાગેલા આરોપોને ફગાવી દીધા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button