મનોરંજન

સિકંદર ફિલ્મ છટ્ઠા દિવસે પડી ભાંગીઃ સલમાનનો જાદુ ઓસર્યો કે શું?

બોલીવૂડમાં આમિર ખાન અને શાહરૂખ ખાનની જેમ સલમાન ખાન જબરજસ્ત ફેન ફોલોઈંગ ધરાવે છે. પઠાણ પહેલા શાહરૂખ ખાનની કરિયર પણ ડામાડોળ લાગતી હતી. અત્યારે આવી હાલત ભાઈજાન સલમાન ખાનની થઈ છે. સલમાનની ફિલ્મ સિકંદર બોક્સ ઓફિસ પર એક અઠવાડિયું પણ સફળતાપૂર્વક ચાલી નથી. અપેક્ષા કરતા ઘણું ઓછું કલેક્શન ફિલ્મને મળ્યું છે. ગઈ ઈદે સલમાનની ફિલ્મ રિલિઝ થઈ ન હતી. 30મી માર્ચે ઈદની રજાઓને ધ્યાનમાં રાખી સિકંદર રિલિઝ કરવામાં આવી હતી. ગઈકાલે છઠ્ઠા દિવસમાં બોક્સ ઓફિસના આંકડા પર નજર નાખીએ તો ફિલ્મે માત્ર 3.75 કરોડનું કલેક્શન કર્યું છે. છ દિવસ થયા અને રજાઓ પણ પૂરી થઈ ગઈ પણ ફિલ્મ ભારતમાં માત્ર 94 કરોડ જ કમાણી કરી શકી છે જ્યારે તેનો ગ્લોબલ કલેક્શન ફીગર રૂ. 150 કરોડ છે. ફિલ્મનું બજેટ જ રૂપિયા 200 કરોડ હોવાનું માનવામાં આવે છે.

સલમાનની આ ફિલ્મ તેની અગાઉની ફિલ્મો કરતા ઘણું ઓછું કમાઈ શકી છે. જોકે અગાઉની ફિલ્મો પણ માત્ર સલમાનના ફેન્સને લીધે જ ચાલી હતી બાકી ફિલ્મ તરીકે તે જોઈએ તેવી દમદાર ન હતી. સુલતાન અને બજરંગી ભાઈજાન જેવી હીટ ફિલ્મો આપનારા સલમાનો જાદુ ઓસરી ગયો છે કે તે ફિલ્મોની પસંદગી કરવામાં ભૂલ કરી રહ્યો છે તે સવાલ બોલીવૂડમાં ચર્ચાઈ રહ્યો છે.

સિકંદરમાં પણ સલમાનનો એ જ સ્વેગ અને લૂક, ડાયલૉગબાજી અને એક્શન, ડાન્સ જોઈને તેના ફેન્સ પણ બૉર થઈ ગયા હોવાનું લાગી રહ્યું છે. એક સમયે અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનને પણ લોકોએ નકાર્યા હતા, પરંતુ બન્નેએ જબરજસ્ત કમબેક કર્યું છે. સલમાને પોતાનાથી 31 વર્ષ નાની હીરોઈન સાથે ઠુમકા લગાવવાને બદલે કંઈક અલગ કરી ફેન્સને ફરી પોતાની તરફ ખેંચવા પડશે નહીં તો બોલીવૂડ પોતાના ભાઈજાનને ભૂલવામાં વધારે સમય નહીં લે.

આપણ વાંચો: બોક્સ ઓફિસ પર સિકંદર પટકાઈ, એમ્પુરાનની પણ ધીમી રફતાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button