આમચી મુંબઈ

ઉત્તરાખંડના ડ્રાયવરનું વાપીમાં કમકમાટીભર્યું મોત, જાણો વિગતવાર…

વાપીઃ કરવડના ખાતે આવેલા પરમ લોજિસ્ટિક પાર્કમાં ઉત્તરાખંડના ડ્રાયવનું કમકમાટીભર્યું મોત થયું હતું. ટ્રક ચાલક વાહન પાર્ક કરી ટ્રકની કેબિન ઉપર ચડી કામગીરી કરી રહ્યો હતો તે દરમિયાન કેબિનની ઉપરથી પસાર થતી વીજ લાઈનના જીવંત વીજ તાર અડી જતાં તેનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા ડુંગરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

કેવી રીતે બની ઘટના
લોજિસ્ટિક પાર્કમાં હિમાચલ પ્રદેશથી આવેલી ટ્રકમાંથી શ્રમિકો પ્લાસ્ટિકના દાણા ખાલી કરતા હતા. આ સમયે ટ્રક ચાલક મહેરચંદ ધરમચંદ કેબિન પર ચડીને કોઈ કામગીરી કરવા માટે ગયા હતા. આ દરમિયાન ટ્રેકની કેબિન પરથી પસાર થથાં ઈલેક્ટ્રિક વીજલાઈનના જીવંત તારને અડી ગયા હતા. જેન કારણે કરંટ લાગતા કેબિન પર જ તેમનું મોત થયું હતું. ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વીજકંપનીને જાણ કરી વીજ લાઈન બંધ કરાવી હતી. તેમજ પોલીસને જાણ કરી હતી.

મૃતદેહને ત્યાંથી નીચે ઉતારવા ફાયર બ્રિગેડને બોલાવવી પડી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળ પર આવી મૃતકની લાશને દોરડા વડે નીચે ઉતારી હતી. ત્યારબાદ મૃતદેહનું પોલીસે પંચનામું કરી કબજો કરી પીએમ માટે મોકલવામાં આવ્યો છે. હાલ તો ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. પરમ લોજિસ્ટિક પાર્કમાં અત્યાર સુધીમાં આ જ પ્રકારની બે જેટલી ઘટનાઓ બની છે. જ્યારે આ ત્રીજી ઘટના બની છે.

આપણ વાંચો: નશામાં વાહન ચલાવનારાઓ ચેતજો: દંડ ફટકારવાને બદલે હવે સીધો ગુનો નોંધાશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button