ટોપ ન્યૂઝનેશનલ

કેનેડાના ઓટાવામાં ભારતીય નાગરિકની ચપ્પુના ઘા મારીને હત્યા, એક વ્યકિતની અટકાયત…

નવી દિલ્હી : કેનેડાના ઓટાવામાં એક ભારતીયની હત્યાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં કેનેડામાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર ઓટાવા નજીક રોકલેન્ડમાં એક ભારતીય નાગરિકની ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પર ભારતીય દૂતાવાસે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમજ વધુમાં જણાવ્યું છે કે, જોકે ઘટનાની વિગતો તાત્કાલિક જાણી શકાઈ નથી. કેનેડા પોલીસે આ હત્યા કેસમાં એક શંકાસ્પદ વ્યક્તિને અટકાયતમાં લીધો છે.

એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો

આ ઘટનાની વિગત મુજબ ઓટાવા નજીક રોકલેન્ડમાં ચપ્પુના ઘા મારીને ભારતીય નાગરિકની હત્યા કરવામાં આવી હતી. આ અંગે પોલીસે જણાવ્યું કે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. કેનેડામાં ભારતીય દૂતાવાસે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “અમે સ્થાનિક સમુદાય સંગઠનો દ્વારા શોકગ્રસ્ત પરિવાર સાથે સંપર્કમાં છીએ જેથી શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી શકાય.

આ ઘટના શુક્રવારે ( બપોરે 3 વાગ્યા આસપાસ બની હતી)

જ્યારે કેનેડા મીડિયા અહેવાલ મુજબ, ક્લેરેન્સ-રોકલેન્ડમાં એક વ્યક્તિની હત્યા થઇ છે. જેમા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય દૂતાવાસે X પરની પોસ્ટમાં જે ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો તે જ ઘટના હતી કે કેમ તે સ્પષ્ટ નથી. આ ઘટના શુક્રવારે (સ્થાનિક સમય) બપોરે 3 વાગ્યા આસપાસ બની હતી.

પોલીસે હજુ સુધી હત્યા પાછળનું કારણ જાહેર કર્યું નથી

મીડિયા અહેવાલ મુજબ, પોલીસે હજુ સુધી હત્યા પાછળનું કારણ જાહેર કર્યું નથી કે કસ્ટડીમાં રહેલા વ્યક્તિ પર કોઈ આરોપ મૂકવામાં આવશે કે નહીં. તેમણે રેડિયો-કેનેડાને જણાવ્યું કે વધુ વિગતો આગામી નિવેદનમાં જાહેર કરવામાં આવશે. આ દરમિયાન ઓન્ટારિયો પ્રાંતીય પોલીસે રોકલેન્ડના લોકોને પોલીસ બળમાં વધારો કરવાની ખાતરી આપી છે.

આપણ વાંચો: અમેરિકામાં વાવાઝોડાથી સાત લોકોના મોત, ભારે વરસાદ અને પૂરની આગાહી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button