આઠમે નોરતે કરો દેવી મહાગૌરીની પૂજા; જાણો પૂજા અને માહાત્મ્ય…

આજે ચૈત્ર નવરાત્રીનું (Chaitri Navratri) આઠમું નોરતું છે અને આજનો દિવસ દેવી મહાગૌરીની (Devi Mahagauri) પૂજાને સમર્પિત છે. નવરાત્રીના આઠમા દિવસને મહાઅષ્ટમી (Maha Ashtami)અને દુર્ગાષ્ટમી (Durga Ashtami) તરીકે મનાવવામાં આવે છે. મહાગૌરીનું વ્રત અષ્ટમીએ કરવાથી મનપસંદ જીવનસાથી પ્રાપ્ત થાય છે. અષ્ટમી દરમિયાન માતા દુર્ગાની પ્રાર્થના કરવાથી વ્યક્તિને પોતાની તમામ સમસ્યાઓ અને પાપોમાંથી મુક્તિ મળી જાય છે.
હિન્દુ ધર્મમાં નવરાત્રીની આઠમની તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે હવનની સાથે કન્યાની પૂજા પણ કરે છે. જો આપણે માતા મહાગૌરીના સ્વરૂપની વાત કરીએ તો માતા મહાગૌરીનો રંગ ખૂબ જ ગોરો છે. તેને ચાર ભુજા છે. માતા વૃષભ પર સવારી કરે છે. દેવીનો શાંત સ્વભાવ છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, દેવી મહાગૌરીની પૂજા કરવાથી વ્યક્તિને પાપોથી મુક્તિ મળે છે અને મુશ્કેલીઓથી રક્ષણ મળે છે. ચાલો જાણીએ દેવી મહાગૌરીનાં પૂજન, વિધિ વિશે….
મા મહાગૌરી પૂજાવિધિ
સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડાં પહેરો. ગંગાજળથી દેવી માતાની મૂર્તિને સ્નાન કરાવ્યા બાદ સફેદ રંગના કપડાં અર્પણ કરો. એવી માન્યતા છે કે માતા મહાગૌરીને સફેદ રંગ ખૂબ જ પ્રિય છે. માતાએ રોલી, કુમકુમ વગેરે અર્પણ કરવું જોઈએ. માતાને કાળા ચણા, પંચ મેવા, ફળો અને મીઠાઈઓ સાથે અર્પણ કરવા જોઈએ. માતાની આરતી કરો. અષ્ટમીના દિવસે કન્યાઓની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
અષ્ટમીનાં શુભ મુર્હુત
બ્રહ્મ મુહૂર્ત – 04:35 થી 05:21
સવાર અને સાંજ – સવારે 04:58 થી 06:07
અભિજિત મુહૂર્ત – બપોરે 11:59 થી 12:49
વિજય મુહૂર્ત – બપોરે 02:30 થી 03:20
આપણ વાંચો: મનન : તારી શક્તિ શ્રીરામની
રાહુ દોષથી મળશે મુક્તિ
માતા મહાગૌરીને રાતરાણીનું ફૂલ ખૂબ જ પ્રિય છે. માતાનું રાહુ ગ્રહ પર પ્રભુત્વ માનવામાં આવ્યું છે અને આથી જ રાહુ દોષથી મુક્તિ મેળવવા માટે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. માતા મહાગૌરીને નાળિયેર, કાળા ચણા, ખીર-પુરીમાંથી બનેલી વસ્તુઓ ચઢાવવામાં આવે છે. નવરાત્રીની અષ્ટમી તિથિએ ગુલાબી રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે.