સાપ્તાહિક દૈનંદિની
તા. ૨૨-૧૦-૨૦૨૩ થી તા. ૨૮-૧૦-૨૦૨૩
રવિવાર, આસો સુદ-૮, તા. ૨૨મી, ૨૦૨૩. નક્ષત્ર ઉત્તરાષાઢા સાંજે ક. ૧૮-૪૩ સુધી, પછી શ્રવણ. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. સરસ્વતી બલિદાન, વિસર્જન સાંજે ક. ૧૮-૪૩થી. ૨૪-૨૧ મહાષ્ટમી ઉપવાસ, દુર્ગાષ્ટમી, ભદ્રા સવારે ક. ૦૯-૦૦. શુભ દિવસ.
સોમવાર, આસો સુદ-૯, તા. ૨૩મી, નક્ષત્ર શ્રવણ સાંજે ક. ૧૭-૧૩ સુધી, પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકરમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૨ સુધી (તા. ૨૪મી), પછી કુંભ રાશિ પર જન્માક્ષર. શ્રી હરિ જયંતી, મહાનવમી, નવરાત્રોત્થાપન પારણા, મન્વાદિ, બુદ્ધ જયંતી, ત્રિવેન્દ્રમ આર્ટ (કેરાલા), ભારતીય કાર્તિક માસારંભ, સિદ્ધિયોગ સૂર્યોદયથી સાંજે ક. ૧૭-૧૫. સૂર્ય સાયન વૃશ્ર્ચિકમાં રાત્રે ક. ૨૧-૫૨. સૌર હેમંતૠતુ પ્રારંભ, પંચક પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૨. શુભ કાર્ય વર્જ્ય છે.
મંગળવાર, આસો સુદ-૧૦, તા. ૨૪મી, નક્ષત્ર ઘનિષ્ઠા બપોરે ક. ૧૫-૨૭ સુધી, પછી શતભિષા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. દશેરા, વિજયાદશમી, માધવાચાર્ય જયંતી, પંચક, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૫-૫૪ (તા. ૨૫). આયુધ પૂજા, વિજય મુહૂર્ત બપોરે ક. ૧૪-૧૭ થી ક. ૧૫-૦૩. ચોપડા બાંધવા આપવા માટે તથા દશેરા પૂજનનાં મુહૂર્તો: (૧) સવારે ક. ૦૯-૨૯ થી ક. ૧૦-૫૫ (ચલ) (૨) સવારે ક. ૧૦-૫૫ થી બપોરે ક. ૧૨-૨૨(લાભ) (૩) બપોરે ક. ૧૨-૨૨ થી બપોરે ક. ૧૩-૪૯ (અમૃત) (૪) બપોરે ક. ૧૫-૧૬ થી સાંજે ક. ૧૬-૪૨ (શુભ) (૫) રાત્રે ક. ૧૯-૪૨ થી રાત્રે ક. ૨૧-૧૬ (લાભ) (૬) રાત્રે ક. ૨૨-૪૯ થી મધ્યરાત્રે ક. ૨૪-૨૩ (શુભ) (૭) મધ્યરાત્રે ક. ૦૦-૨૩ થી ક. ૦૧-૫૬ (તા. ૨૫) (અમૃત) (૮) મધ્યરાત્રિ પછી ક. ૦૧-૫૬ થી ક. ૦૩-૩૦ (તા. ૨૫) (ચલ). સૂર્ય મહાનક્ષત્ર સ્વાતિમાં સાંજે ક. ૧૮-૨૬. વાહન અશ્ર્વ મુહૂર્તરાજ શ્રેષ્ઠ દિન.
બુધવાર, આસો સુદ-૧૧, તા. ૨૫મી, નક્ષત્ર શતભિષા બપોરે ક. ૧૩-૨૯ સુધી, પછી પૂર્વાભાદ્રપદા. ચંદ્ર કુંભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૫૭ (તા. ૨૬મી) સુધી, પછી મીન રાશિ પર જન્માક્ષર. પાશાંકુશા એકાદશી (ટેટી), ભરત મિલાપ, પંચક, ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૨-૩૨. સામાન્ય દિવસ.
ગુરુવાર, આસો સુદ-૧૨, તા. ૨૬મી, નક્ષત્ર પૂર્વાભાદ્રપદા સવારે ક. ૧૧-૨૬ સુધી, પછી ઉત્તરા ભાદ્રપદા. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. પ્રદોષ. પંચક. શુભ દિવસ.
શુક્રવાર, આસો સુદ-૧૩, તા. ૨૭મી, નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા સવારે ક. ૦૯-૨૪ સુધી, પછી રેવતી. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. ચતુર્દશી ક્ષયતિથિ છે. પંચક, અમૃતસિદ્ધિ યોગ ૦૯-૨૫થી સૂર્યોદય. ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૧૭ (તા. ૨૮). શુભ કાર્ય વર્જ્ય છે.
શનિવાર, આસો સુદ-૧૫, તા. ૨૮મી, નક્ષત્ર રેવતી સવારે ક. ૦૭-૩૦ સુધી, પછી અશ્ર્વિની મધ્યરાત્રિ પછી ક. ૨૯-૫૩ સુધી (તા. ૨૯મી). ચંદ્ર મીનમાં સવારે ક. ૦૭-૩૦ સુધી, પછી મેષ રાશિ પર જન્માક્ષર. વ્રતની પૂનમ, શરદ પૂર્ણિમા, કોજાગરી પૂર્ણિમા, અગ્રહાયણ નવાન્ન પૂર્ણિમા, કુલધર્મ, અન્વાધાન, જયેષ્ઠાપત્ય નિરાજન, વાલ્મીકિ જયંતી, ડાકોરનો મેળો, કાર્તિક સ્નાનારંભ, અન્નાભિષેક (દક્ષિણ ભારત), લક્ષ્મી વ ઈન્દ્ર પૂજન અને કુમાર પૂર્ણિમા (ઓરિસ્સા), ખંડગ્રાસ ચંદ્રગ્રહણ (ભારતમાં દેખાશે.), પંચક સમાપ્તિ સવારે ક. ૦૭-૩૨, ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૫-૦૨. શુભ કાર્ય વર્જ્ય છે.