આપણું ગુજરાત
રાજકોટ-અમદાવાદ હાઈવે પર દરગાહનું ડિમોલિશન: ટ્રસ્ટ દ્વારા દાખલ કરાયેલી અરજીને હાઇ કોર્ટે ફગાવી…

અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલી દરગાહને તોડવાના નિર્ણયને કોર્ટમાં પડકારાયો હતો. દરગાહના ડિમોલિશનને મુદ્દે કટારિયા ઉસ્માનગની હાજીભાઈ ટ્રસ્ટે કરેલી અરજી હાઇ કોર્ટે ફગાવી હતી. ગુજરાત હાઈ કોર્ટે આ દરગાહ ગેરકાયદેસર હોવાથી અરજી ફગાવી હતી.
રાષ્ટ્રીય ધોરીમાર્ગના વિસ્તરણ અને વિકાસ માટે દરગાહને હટાવાઇ હતી. રાજકોટના આણંદપર ગામ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૨૭ પર આવેલી દરગાહને તોડી પાડવાના સરકારના આદેશને કટારિયા ઉસ્માનગની હાજીભાઈ ટ્રસ્ટે હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. જસ્ટિસ અનિરુદ્ધ પી.માંથીએ સરકારના સત્તાવાળાઓના નિર્ણયને બહાલ રાખ્યો હતો. નેશનલ હાઇવે પરની આ દરગાહને હાઇવેના વિસ્તરણ અને વિકાસ માટે હટાવવામાં આવી હતી.
આપણ વાંચો : ગુજરાતમાં હીટવેવની આગાહી વચ્ચે રાજ્ય સરકારે નાગરિકોને કરી આટલી અપીલ…