મણિપુરમાં 4 જિલ્લામાંથી 11 ઉગ્રવાદીની ધરપકડ

ઈમ્ફાલઃ મણિપુરમાં સુરક્ષા દળોએ ખીણમાં વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા ઓછામાં ઓછા 11 ઉગ્રવાદીઓની ધરપકડ કરી હતી. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી હતી.
પોલીસે જણાવ્યું હતું કે પ્રતિબંધિત પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી ઓફ કાંગલીપાક (પીઆરઇપીએકે) ના બે સક્રિય સભ્યોની ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લાંગથબલ કુંજામાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે કાંગલેઇ યાવોલ કન્ના લુપૂ (કેવાયકેએલ)ના અન્ય સભ્યની તે જ જિલ્લાના અવાનફ પોત્સંગબામમાંથી ધરપકડ કરાઇ હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, થૌબલ જિલ્લાના ઉનિંગખોંગ વિસ્તારમાંથી પ્રતિબંધિત કેવાયકેએલના એક ઉગ્રવાદીની ધરપકડ કરવામાં આવી હતી.
તે સિવાય ઇમ્ફાલ પૂર્વના ચિંગરેલ તેજપુરથી પીએલએના એક સભ્ય, જિલ્લામાંથી કાંગલીપાક કમ્યુનિસ્ટ પાર્ટી (કેસીપી-સીટી મેઇતી)ના એક સભ્ય, બિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગ ખુનૌથી કેસીપીના એક સક્રિય કેડર, કેઇરાઓ વાંગખેમ મમાંગ લેઇકાઇમાંથી કેસીપી (નોયોન)ના બે સભ્યો અને પ્રતિબંધિત સંગઠન ‘યુનાઇટેડ પીપલ્સ પાર્ટી ઓફ કાંગલીપાક’ના વધુ બે સભ્યોની ઇમ્ફાલ પૂર્વથી ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે એક આતંકવાદી પાસેથી ગોળીઓથી ભરેલી પિસ્તોલ પણ મળી આવી છે.
આપણ વાંચો : મણિપુરમાં ત્રણ આતંકીની ધરપકડ, હથિયારો જપ્ત