આપણું ગુજરાત

ગુજરાતની ફેમિલી કોર્ટમાં દરરોજના સરેરાશ 171 નવા કેસ, દેશમાં ચોથા સ્થાને…

અમદાવાદઃ ગુજરાતમાં લગ્નજીવનમાં તકરારના કેસ ચિંતાજનક રીતે સતત વધી રહ્યા છે. રાજ્યની ફેમિલી કોર્ટમાં એક વર્ષમાં 62146 કેસ નોંધાયા છે. આમ આ સ્થિતિએ ફેમિલી કોર્ટમાં રોજના 171 નવા કેસ નોંધાય છે. એક વર્ષ દરમિયાન ફેમિલી કોર્ટમાં સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યમાં ગુજરાત ચોથા સ્થાને છે.

ગુજરાતમાં કેટલી ફેમિલી કોર્ટ કાર્યરત છે

ગુજરાતમાં હાલ 108 જેટલી ફેમિલી કોર્ટ કાર્યરત્‌ છે. 28મી ફેબ્રુઆરી 2025 પ્રમાણે ગુજરાતની ફેમિલી કોર્ટમાં 53077 કેસ ચૂકાદાની રાહ જોઇ રહ્યા છે. ગુજરાતમાં 2023ની સરખામણીએ 2024માં ફેમિલી કોર્ટના કેસમાં બમણો વધારો થયો છે. 2023માં 27194 કેસ નોંધાયા હતા. જે 2024માં વધીને 62146 થયા છે. અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના 10 હજારથી વધુ કેસ પડતર હોવાનું મનાય છે. જેના ઉપરથી જ ચિંતાજનક સ્થિતિનો તાગ મેળવી શકાય છે. વર્ષ 2024માં સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, કેરળ બાદ ગુજરાત ચોથા સ્થાને છે.

નિષ્ણાતો શું કહે છે

ફેમિલી કોર્ટમાં લગ્ન સંબધિત, પરિવારમાં વિખવાદ, બાળકની કસ્ટડી, ભરણ-પોષણ, મિલકતના વિખવાદ જેવા કેસ લડવામાં આવતા હોય છે. જોકે, ફેમિલી કોર્ટમાં નોંધાતા મોટાભાગના કેસ છૂટાછેડા, બાળકની કસ્ટડી અંગેના હોય છે. નિષ્ણાતોને મતે, છેલ્લા કેટલાક સમયથી દંપતીમાં નાની તકરાર મોટું સ્વરૂપધારણ કરવા લાગે છે અને તે છેવટે છૂટાછેડામાં પરિણમે છે.

આપણ વાંચો : ગુજરાતમાં હીટવેવની આગાહી વચ્ચે રાજ્ય સરકારે નાગરિકોને કરી આટલી અપીલ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button