IPL 2025

રિષભ પંત ચોથી વાર પણ ફ્લૉપ, કૅપ્ટને જ કૅપ્ટનની વિકેટ લીધી

લખનઊઃ અહીં ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં આજે આઈપીએલ (IPL 2025)માં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)નો સુકાની રિષભ પંત સતત ચોથી વાર બૅટિંગમાં સારું પર્ફોર્મ કરવામાં નિષ્ફળ ગયો હતો.

તે માત્ર બે રનના પોતાના સ્કોર પર મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના કૅપ્ટન હાર્દિક પંડ્યાના બૉલમાં કૅચઆઉટ થયો હતો.
રિષભ પંત (RISHABH PANT)ના ચાર મૅચના સ્કોર આ મુજબ રહ્યાઃ દિલ્હી સામે શૂન્ય, હૈદરાબાદ સામે 15, પંજાબ સામે બે અને મુંબઈ સામે બે રન.

આપણ વાંચો: પરાજિત રિષભ પંત પાછો ‘બૉસ’ સંજીવ ગોયેન્કાની ઝપટમાં આવી ગયો?

રિષભ પંત આઉટ થયો ત્યારે લખનઊનો સ્કોર ત્રણ વિકેટે 107 રન હતો. ઓપનર મિચલ માર્શ (60 રન, 31 બૉલ, બે સિક્સર, નવ ફોર) અને એઇડન માર્કરમ વચ્ચે 76 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. માર્શની મહત્ત્વની વિકેટ યુવાન સ્પિનર વિજ્ઞેશ પુથુરે લીધી હતી. પુથુરે પોતે જ તેનો કૅચ ઝીલી લીધો હતો.

સૌથી ડેન્જરસ બૅટ્સમૅન નિકોલસ પૂરન 12 રન બનાવીને હાર્દિકના બૉલમાં શૉર્ટ ફાઇન લેગ પર દીપક ચાહરના હાથમાં કૅચ આપી બેઠો હતો.

આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે લખનઊનો સ્કોર 15 ઓવરમાં ત્રણ વિકેટે 147 રન હતો અને માર્કરમ 42 રને રમી રહ્યો હતો. તેણે આ 42 રન 30 બૉલમાં ત્રણ સિક્સર અને બે ફોરની મદદથી કર્યા હતા. માર્કરમની સાથે આયુષ બદોની 26 રને દાવમાં હતો.

રોહિત શર્મા ઘૂંટણની ઈજાને કારણે આ મૅચમાં નથી રમ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button