આમચી મુંબઈ

ખીચડી કૌભાંડ કેસ: પાલિકાના નાયબ આયુક્તને ઇડીનું તેડું

મુંબઈ: કોવિડ – ૧૯ મહામારી દરમિયાન સ્થળાંતરિત મજૂરોને ખીચડી વિતરણમાં કથિત સ્વરૂપે ગેરરીતિ સંદર્ભે ચાલી રહેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પૂછપરછ માટે મુંબઈ મહાનગરપાલિકાના નાયબ આયુક્તને ગુરુવારે કહેણ મોકલવામાં આવ્યું છે. પાલિકાની ખીચડી વિતરણ યોજનાના આયોજન અને અમલીકરણ સાથે સંકળાયેલ
અન્ય કેટલીક વ્યક્તિઓ તેમજ જેમની જગ્યા પર તપાસ કરવામાં આવી હતી તેમની પણ આવતા અઠવાડિયે એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવશે. નાયબ પાલિકા આયુક્ત સંગીતા હસનાળેની પૂછપરછ ગુરુવારે ઇડી દ્વારા કરવામાં આવશે. ખીચડી કૌભાંડ સંબંધિત માહિતી મેળવવા અને સ્પષ્ટતા માગવા આ પૂછપરછ કરવામાં આવશે એમ સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button