આમચી મુંબઈ

અંબાણી પરિવારમાં આ શું ચાલી રહ્યું છે? Anant પહોંચ્યો દ્વારકા તો Akash Ambani…

અંબાણી પરિવાર (Ambani Family)ની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારમાં કરવામાં આવે છે. આ પરિવાર ધનવાન હોવાની સાથે સાથે જ ભક્તિ અને આધ્યાત્મિકતા પણ આ પરિવારમાં ભારોભાર જોવા મળે છે. કોઈ પણ શુભ કે નવું કાર્ય કરતાં પહેલાં મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani) ભગવાનના આશિર્વાદ લેવાનું ચૂકતા નથી. હાલમાં અનંત અંબાણી (Anant Ambani) પદયાત્રા કરીને દ્વારકાધિશના દર્શન કરવા દ્વારકા જઈ રહ્યા છે તો બીજી બાજું પરિવારનો મોટો દીકરો આકાશ અંબાણી (Akash Ambani) તિરુપતિ બાલાજી પહોંચ્યો છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.

બુધવારે આકાશ અંબાણી આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા, જેને તિરુમાલા મંદિર કે તિરુપતિ બાલાજી મંદિરના નામથી પણ ઓળવામાં આવે છે. સોશિયલ મીડિયા પર આ સમયનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં આકાશ અંબાણી ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે.

આકાશ અંબાણીએ આ સમયે મેલ વસ્ત્રમ અને પચ્ચા કટ્ટુ પહેર્યું હતું. મેલ વસ્ત્રમ તિરુપતિ બાલાજી મંદિરમાં પહેરવામાં આવતું ખાસ આઉટફિટ છે. જે એક ખાસ પ્રકારની પૂજા માટે પહેરવામાં આવે છે. આ સમયે દેવતાઓને રેશમી સાડી અને ધોતી અર્પણ કરવામાં આવે છે. પચ્ચા કટ્ટુની વાત કરીએ તો એક ટ્રેડિશનલ સાઉથ ઈન્ડિયન આઉટફિટ છે, જેને નોર્મલ ભાષામાં આપણે ધોતી કહીએ છીએ. ધોતીની ઉપર શર્ટ અને કુર્તો પહેરવામાં આવે છે.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

આકાશે મેલ વસ્ત્રમ અને પચ્ચા કટ્ટુ સાથે એક લાલ રંગની સિલ્કની સાડી પણ પહેરી હતી, જે એમને પ્રસાદ તરીકે આપવામાં આવી હતી. મંદિરમાં પૂજા-દર્શન કર્યા બાદ આકાશ તિરુમાલા સ્થિત એક ગૌશાળામાં ગયા હતા જ્યાં તેમણે ગૌસેવા કરી હતી. આકાશે મંદિરમાં હાથીઓ પાસેથી પણ આશિર્વાદ લીધા હતા. આકાશનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

આપણ વાંચો : Shloka Mehtaને લઈને આ શું બોલ્યો Aakash Ambani? સાંભળીને હસી પડ્યા લોકો અને…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button