50 વર્ષના કરિયરમાં મનોજ કુમાર માટે કમાઉ દીકરો સાબિત થઈ હતી આ ફિલ્મો…

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારે આજે 87 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે પરંતુ ફેન્સ સાથે તેમની યાદો તો હંમેશા જ રહેશે. મનોજ કુમારે પોતાના 50 વર્ષના ફિલ્મી કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી, પણ આજે આપણે અહીં વાત કરીશું 10 એવી ફિલ્મો વિશે જણે તાબડતોડ કમાણી કરી અને ધમાલ મચાવી દીધી હતી.
મનોજ કુમારે પોતાના ફિલ્મ કરિયરમાં દેશભક્તિ આધારિત અનેક ફિલ્મો બનાવી હતી અને આ જ કારણે તેમને ભારત કુમાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો જોઈએ આ ભારત કુમારની ટોપ10 કમાણી કરનારી ફિલ્મો-

દસ નંબરીઃ
1976માં રીલિઝ થયેલી ફિલ્મ દસ નંબરીમાં મનોજ કુમારની સાથે હેમા માલિની અને અમરીશ પૂરીએ પણ કામ કર્યું હતું અને આ એ સમયે આ ફિલ્મે 4.71 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ક્રાંતિઃ
ક્રાંતિ ફિલ્મમાં મનોજ કુમારે એક્ટિંગ તો કરી જ હતી પણ એની સાથે સાથે તેઓ આ ફિલ્મના પ્રોડ્યુસર અને ડિરેક્ટર પણ હતા. મનોજ કુમાર સિવાય શશિ કપુર, પરવીન બાબી, શત્રુઘ્ન સિન્હા અને દિલીપ કુમાર જેવા કલાકારો પણ હતા. 1981માં રિલીઝ થયેલી આ ફિલ્મે ભારતમાં 10 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

રોટી કપડાં ઔર મકાનઃ
1974માં આવેલી ફિલ્મ રોટી, કપડાં ઔર મકાન એ સમયની સુપરહિટ ફિલ્મ હતી. આ ફિલ્મે પણ 5.25 કરોડ રૂપિયાની કમાણી કરીને બ્લોકબસ્ટર ફિલ્મોની રેસમાં આવી ગઈ હતી.

પુરબ ઔર પશ્ચિમઃ
પુરબ ઔર પશ્ચિમ ફિલ્મ પણ રોટી કપડાં ઔર મકાન ફિલ્મ રીલિઝ થઈ હતી એટલે કે 1974માં. આ ફિલ્મ એ વર્ષથી સૌથી વધુ કમાણી કરનારી ચોથી ફિલ્મ બની ગઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 4.50 કરોડનો વકરો કર્યો હતો.

ઉપકારઃ
1967માં આવેલી ફિલ્મ ઉપકારમાં મનોજ કુમારની સાથે સાથે આશા પારેખ અને પ્રેમ ચોપ્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મે પણ ભારતમાં સાડાત્રણ કરોડ રૂપિયાની આસપાસ કમાણી કરી હતી.

બેઈમાનઃ
બેઈમાન ફિલ્મ 1972માં આવી હતી અને આ ફિલ્મમાં મનોજ કુમારની સાથે સાથે રાખી ગુલઝારે પણ કામ કર્યું હતું. આ ફિલ્મનું કલેક્શન પણ 3.11 કરોડ રૂપિયા જેટલું હોવાનો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યું છે.

ગુમનામઃ
ફિલ્મ ગુમનામ એ સૌથી વધુ કમાણી કરનારી મનોજ કુમારની ફિલ્મોમાંથી સાતમી ફિલ્મ છે. 1965માં આવેલી આ ફિલ્મમાં મનોજ કુમાર સાથે મહેમુદ, પ્રાણ, હેલન અને નંદા જેવા કલાકારો જોવા મળ્યા હતા અને આ ફિલ્મે 2.6 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

હિમાલય કી ગોદ મેંઃ
મનોજ કુમાર અને માલા સિન્હાની આ ફિલ્મ એ સમયની હિટ ફિલ્મોમાંથી એક છે. 1965માં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 2.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

નીલ કમલઃ
મનોજ કુમારની ફિલ્મ નીલ કમલે વર્લ્ડ વાઈડ 1.80 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને એમાંથી 1.50 કરોડ રૂપિયા તો તેણે ભારતમાંથી જ કમાવ્યા હતા. 1968માં આવેલી ફિલ્મમાં મનોજ કુમારની સાથે રાજકુમાર અને વહીદા રહેમાન પણ જોવા મળ્યા હતા.

દો બદનઃ
લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ મનોજ કુમારની ફિલ્મ દો બદન પણ તેમની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં આવે છે. આ ફિલ્મમાં મનોજ કુમારની સાથે આશા પારેખ, પ્રાણ, સિમી ગરેવાલે કામ કર્યું હતું. 1.50 કરોડ રૂપિયાની કમાણી કરનારી આ ફિલ્મ 1966માં રિલીઝ થઈ હતી.
આપણ વાંચો: દિગ્ગજ અભિનેતા મનોજ કુમારના નિધન પર PM મોદીથી લઈને અનેક નેતાઓએ વ્યક્ત કર્યો શોક