50 વર્ષનાં કારકિર્દીનાં ગાળામાં કેટલું કમાયા મનોજ કુમાર? જાણો તેમની સંપત્તિ…

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું આજે નિધન થયું હતું. મનોજ કુમારનું મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં 87 વર્ષની વયે અવસાન થયું હતું. પદ્મશ્રી અને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા મનોજ કુમારના નિધનથી ભારતીય સિનેમાને મોટો આઘાત લાગ્યો છે. તેમના મૃત્યુ પર અનેક દિગ્ગજ વ્યક્તિત્વોએ શોક વ્યક્ત કર્યો હતો. મનોજ કુમારે તેમનો સિનેમાનાં એક વારસાની સાથે તેમણે પોતાની 50 વર્ષની મહેનત અને કમાણી પાછળ છોડી ગયા છે.
મનોજ કુમારની સંપતી કેટલી?
મનોજ કુમાર ભલે સદેહ આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તે એક સીનેમાનો વારસો છોડી ગયા છે. પરંતુ 50 વર્ષની તેમની કારકિર્દીમાં કેટલી કમાણી એકઠી કરી? એ પ્રશ્ન સહજ થઈ આવે. તો ચાલે જાણીએ કે મનોજ કુમારે તેમના જીવનમાં કેટલી સંપતિ એકઠી કરી શક્યા હતા. સેલિબ્રિટી નેટ વર્થ રિપોર્ટનાં જણાવ્યા અનુસાર મનોજ કુમારની કુલ સંપત્તિ 170 કરોડ રૂપિયા છે. તેમની કુલ સંપત્તિનો સ્ત્રોત તેમની લાંબી સફળ સિનેમા કારકિર્દીમાં રહી છે. તેમણે સિનેમામાં અભિનેતા, દિગ્દર્શક અને પટકથા લેખક તરીકે કામ કર્યું છે. તેમની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ખૂબ જ ધૂમ મચાવી હતી.
ફિલ્મોની બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી
એક્ટર મનોજ કુમારનું મૂળ નામ હરિકૃષ્ણ ગિરી ગૌસ્વામી હતું પરંતુ તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મનોજ કુમારનાં નામથી ઓળખ મળી હતી. તેમની દેશભક્તિની ભાવનાથી પ્રેરણાથી બનેલી ફિલ્મોને કારણે, તેઓ ભારત કુમાર તરીકે જાણીતા થયા. તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર ભારે કમાણી કરતી હતી.
ફિલ્મોએ દેશભક્તિની જેહાદ જગાવી
મનોજ કુમારની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાં હરિયાલી ઓર રાસ્તા, વો કૌન થી, હિમાલય કી ગોદ મે, શહીદ, ઉપકાર, પુરબ ઓર પશ્ચિમ, રોટી કપડાં ઓર મકાન, ક્રાંતિનો સમાવેશ થાય છે. આ ફિલ્મોથી મનોજ કુમારે દર્શકોને માત્ર મનોરંજન નથી પૂરી પાડ્યું પરંતુ તેમની ફિલ્મોએ દર્શકોની અંદર દેશભક્તિની જેહાદ જગાવી હતી.
આપણ વાંચો: જ્યારે મનોજ કુમાર ઇન્દિરા ગાંધી સામે ઉતર્યા મેદાને અને કોર્ટમાં સરકારને હરાવી…. જાણો કિસ્સો