અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પરથી 1 વર્ષમાં આટલા કિલો સોનું અને ગાંજો પકડાયો

અમદાવાદઃ અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરી પકડાયાના બનાવના અહેવાલ અવારનવાર મળતા રહે છે. અહેવાલ મુજબ ગત નાણાંકીય વર્ષ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી કુલ 75 કિલો સોના સહિત 40 કિલો ગાંજો ઝડપાયો હતો. જેમાં સોનાની દાણચોરીમાં 35 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. આ ઉપરાંત સુરત એરપોર્ટ પરથી એક વર્ષમાં 10 કિલો સોનાની દાણચોરી ઝડપાઈ હતી.

અમદાવાદ એરપોર્ટ ઉપર છેલ્લા એક વર્ષમાં સોનાની દાણચોરીના 127 કેસ બન્યા હતા. કસ્ટમ વિભાગના સૂત્રોએ આપેલી માહિતી મુજબ છેલ્લા નાણાંકિય વર્ષમાં 75 કિલો સોનાની દાણચોરી સાથે 35 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર ત્રણ કરોડ રૂપિયાનો ગાંજો પકડાયો: કેરળના યુવકની ધરપકડ…

અહેવાલ મુજબ કસ્ટમ વિભાગે વર્ષ દરમિયાન 53 કરોડની કિંમતનું સોનું જપ્ત કરીને સરકારની તિજોરીમાં જમા કરાવ્યુ હતું. આ ઉપરાંત કસ્ટમ વિભાગે 13 ગાંજાના પેકેડ ઝડપી પાડ્યા હતા. તે તે ઉપરાંત કસ્ટમ વિભાગે એક વર્ષમાં 40 કિલો ગાંજો ઝડપ્યો હતો. આ મામલામાં કુલ 7 લોકોની ધરપકડ કરાઈ હતી.

સુરત એરપોર્ટ પર વર્ષ દરમિયાના સોનાની દાણચોરીના 28 કેસમાં 9.50 કિલો સોનાની દાણચોરી ઝડપાઈ હતી. વર્ષ દરમિયાન કસ્ટમ વિભાગે 7.50 લાખના દાણચોરીના સોના સાથે બે લોકોની ધરપકડ કરી હતી.

કસ્ટમ વિભાગે અમદાવાદ અને સુરતમાંથી 155 કેસમાં 60 કરોડના સોના સાથે કુલ 37 લોકોની ધરપકડ કરી હતી. અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા એક વર્ષમાં 130 સોનાની દાણચોરીના કિસ્સા નોંધાયા હતાં. જેમાંથી 30 કેસમાં મહિલાઓ દાણચોરી કરતાં ઝડપાઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button