ઉત્સવ

ઓહોહોહો….

આજે આટલું જ -શોભિત દેસાઈ

કેવા ધોધમાર દિવસો….. તજ્ઞિિુ….. કેવી ધોધમાર રાતો ચાલી રહી છે. જે કંઠકાર વિશે પૃચ્છા કરો એ કાં તો મુંબઇમાં-દુબઇમાં- સિંગાપોરમાં -લંડનમાં-અમેરિકામાં રાતની ગમતી પણ કાળી મજૂરી કરવામાં વ્યસ્ત છે. અને વરસનું કે વરસોનું કમાઇ લેવામાં પણ… એક બહુ સરસ એસએમએસ આવ્યો હતો; (અમુક ગાયિકાઓના નામ) ઇંધણા વીણવા આવશે અને દસ દિવસમાં કરોડો રોકડા ગણી જતા રહેશે…..
નારી ના ૯ અવતાર….
૧. સવારે કામકાજમાં વ્યસ્ત હોય તો-અષ્ટભુજા.
૨. છોકરાઓને ભણાવે તો – સરસ્વતી.
૩. ઘરખર્ચના પૈસામાંથી બચત કરે તો – મહાલક્ષ્મી
૪. પરિવાર માટે રસોઇ બનાવે તો – અન્નપૂર્ણા.
૫. પરિવારની તકલીફમાં દ્રઢમાંથી ઉભી રહે તો – પાર્વતી
૬. પતિ ભીનો રૂમાલ પલંગ પર નાખે તો – દુર્ગા.
૭. પતિએ લાવેલ વસ્તુ ખરાબ નીકળે તો – કાલી.
૮. પતિ ભૂલથી એના પિયર વિશે કશું કહી દે તો-મહિસાસુર મર્દીની.
૯. પતિ જો બીજી સ્ત્રીના વખાણ કરે તો-રણચંડી.
ખુશ નસીબ છે “પરણેલા લોકો જેને દરરોજ માતાજીના નવે નવ સ્વરૂપના દર્શનનો લાભ મળે છે. નવરાત્રિની શુભેચ્છાઓ.


પણ જનાબો, દેવીઓ, સજજનો! અમને અણીશુદ્ધ ગરબાના ાીયિ દિવસો યાદ આવે છે…. ફિરોઝશાહ સ્ટ્રીટ પર થતા કમલા સદનના ગરબા- સ્ત્રી માત્ર ચણિયા-ચોળી અથવા સાડી પહેરીને કે પુરુષો ઝભ્ભા પહેરીને જ ઘૂમી શકે ગરબે. અવની અમર દેસાઇ – ઉર્વી અજય હોરા અને બીજા કેટલાયે એવી લચક સાથે ગરબા લેએએએ!!! ૯૨ વરસના ગ્રેટ એકટર ઉમાકાંત પોતાના ગ્રાઉન્ડ ફલોરના ફલેટમાંથી પ્રકાશ આયોજન કરે અને અમારા માતાજી જહાનવિકા અનંત ગરબો ઉપાડે : હે હું તો ઢોલે રમુંને માડી હાંભરે રે બોલ! હે મારા દલડાં હરી હરી જાય રેએએએ હું તો દાતણ કરું ને હરી હાંભરે રે લોલ… મારા દાતણીયા હરી હરી જાય રે… મા એ ગરબો શીખેલી શિવકુમાર નાકર પાસે… અને રાસ-ગરબા અને લગ્ન-ગીતોના સામ્રાજ્ઞી વિણા મહેતા પાસેથી મા શીખી હતી અને મને શિખવાડયો હતો અને છેલ્લા ૩૫ વરસથી હું એ અમેરિકાથી માંડીને બેઠા ગરબાના હજી મુંબઇમાં થતા કાર્યક્રમમાં ગાઉં છું એ ગરબો આજે તમને ચખાડવો છે…
હે ભલે પધારે માત ભલે પધારે…..
ડેલીએ ડંકો વાગે રે અંબેમા ભલે પધારે
હેય ધડ ધડ ધડ ધડ નગારા વાગે
સૂતા લોકો રે સહુ જાગે રે અંબેમા ભલે પધારે
દેવ દેવાંગના ઉભા આકાશે
માડીને ફૂલ ડે વધાવે રે અંબા ભલે પધારે
ધમ ધમ ધમ ધમ રથ એના ગાજે
રાંદલ માવડી બિરાજે રે માવડી ભલે પધારે
દર વરસે નવરાત્રિનો વિસ્તાર વધતો જાય છે એ જોઇને આંખમાં હર્ષાશ્રુ પણ આવે છે અને નવરાત્રિનું આવું નઘરોળ ભજ્ઞળળયભિશફહશતફશિંજ્ઞક્ષ જોઇને હૈયું ભાંગી ય પડે છે. પણ આનંદની વાત છેલ્લા કેટલાંક વરસોની એક જ છે કે ફિલ્મીકરણ ધીમે ધીમે ઓછું થતું જાય છે અને અસલ ગુજરાતી… મોદી સાહેબના અને આપણા અતિપ્રિય સર્વસ્વ અંબાજીનો ઠાઠ વધતો જાય છે. હું પોતે તો એટલો સંતોષી છું. આ બાબતમાં કે ગમે એવા અને ગમે એવા કંઠકારનો એકાદ સૂર પણ મને હલબલાવી નાંખે તો હું જતો રહું છું આ શેરમાં પાંચ પંદર મિનિટ રહેવા.
લોકગીતોં કા નગર યાદ આયા
આજ પરદેસમેં ઘર યાદ આયા
(અનામી શેર-સૌજન્ય કૈલાસ પંડિત)
આજે આટલું જ …..

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત