ક્યાંથી આવી અંબાણી સરનેમ? ગુજરાતના સૌરાષ્ટ્ર સાથે છે ગાઢ સંબંધ…

આપણે બધા જ આપણા નામની પાછળ અટક લગાવીએ છીએ. આ અટક પરથી જ વ્યક્તિની ઓળખ, તેની જ્ઞાતિ તે કયા સમુદાયમાંથી આવે છે એનો ખ્યાલ આવે છે. પરંતુ મોટાભાગના લોકોને તેમની અટક, સરનેમના ઈતિહાસની જાણ નથી હોતી. આજે આપણે અહીં આવા જ એક અટકના ઈતિહાસ વિશે વાત કરીશું. આ અટક એટલે દેશના ધનવાન પરિવારમાંથી એક એટલે અંબાણી પરિવારની અટક અંબાણી.
વાત કરીએ અંબાણી પરિવારની અટક અંબાણીની તો આ અટક ગુજરાત જિલ્લાના કોઠી સાથે સંકળાયેલી છે. આ અટકને દેશ જ નહીં પણ દુનિયાભરમાં પ્રખ્યાત કરવાનો શ્રેય ધીરુભાઈ અંબાણી અને તેમના પરિવારને જાય છે. અંબાણી પરિવાર મોઢ વણિક સમુદાયનો છે અને પરંપરાગત રીતે વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે સાથે સંકળાયેલા છે. ગુજરાતમાં રહેતો આ એક સમુદાય અંબાણી સરનેમનો ઉપયોગ કરે છે.
અંબાણી સરનેમ મુળ મા અંબા પરથી આવી હોવાનું કહેવાય છે. મા અંબા એ શક્તિ અને સમૃદ્ધિની દેવી છે જે મા દુર્ગાનું સ્વરૂપ છે. એટલું જ નહીં આ અટક વિશે એવું પણ કહેવાય છે કે તેઓ મા અંબાના ભક્ત છે. ધીરજલાલ હીરાચંદ અંબાણીએ અંબાણી સરનેમને વૈશ્વિક ઓળખ અપાવવાનું કામ કરે છે. ધીરુભાઈ એક સામાન્ય પરિવારમાંથી આવતા હતા, પણ તેમણે પોતાના સંઘર્ષ, પરિશ્રમ અને કુશળતાથી રિલાયન્સ જેવી મોટી ઈન્ડસ્ટ્રી ઊભી કરી દીધી હતી.
1950ના દાયકામાં ધીરુભાઈ યમનના પેટ્રોલ પંપ અટેન્ડન્ટ તરીકે નોકરી કરતાં હતા અને ત્યાર બાદ તેમણે પોલિએસ્ટર અને પેટ્રોકેમિકલ્સનો બિઝનેસ શરૂ કર્યો. તેમની મહેનત અને દુરંદેશીને કારણે અંબાણી પરિવારનું નામ ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ પ્રખ્યાત છે. આજે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને કારણે રિલાયન્સ ગ્રુપને કારણે સાત સમંદર પાર પણ એક બ્રાન્ડ બનીને ઉભરી આવ્યું છે.
અગાઉ કહ્યું એમ અંબાણી અટક મૂળ ગુજરાતના મોઢ વણિક સમુદાય સાથે સંકળાયેલી છે અને એનુ મૂળ મા અંબા સાથે સંકળાયેલું હોવાનું કહેવાય છે. જોકે, આ અટકને ઉંચાઈ પર લઈ જવાનું અને લાખો-કરોડો લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું ધીરુભાઈએ. આજે અંબાણી અટક ધરાવતા લોકો દેશભરમાં વસવાટ કરે છે, પણ અંબાણી અટક ધરાવતા સૌથી વધુ લોકો ગુજરાતના સૌરાષ્ટ્રમાં વસે છે.
ચોંકી ગયા ને? અંબાણી પરિવારનો આ ઈતિહાસ જાણીને. તો તમે પણ તમારા અટકના ઈતિહાસ વિશે જાણવા માટે તમારા ઘર કે પરિવારના વડીલોની મદદ લઈ શકો છો.
આપણ વાંચો: તમને ખબર છે સેન્ટ્રલ રેલવેમાં ટિકિટ લઈ પ્રવાસ કરશો તો રૂ. દસ હજારનું ઈનામ મળશે?