ટોપ ન્યૂઝબનાસકાંઠા

થરાદમાં દર્શન કરી પરત ફરતા સમયે કેનાલમાં કાર ખાબકતા એક જ પરિવાર પાંચનાં મોત

થરાદ: બનાસકાંઠાનાં થરાદ નજીક એક અકસ્માત સર્જાયો હતો. જેમાં જિલ્લાનાં વાવ તાલુકાના દેવપુરા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી હતી. આ દુઘર્ટનામાં એક યુવક અને તેની ત્રણ દીકરીઓના ડુબી જવાથી મોત થયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ હતી.

પાંચ મૃતદેહ બહાર કાઢ્યા

પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લાનાં વાવ તાલુકાના દેવપુરા ગામ નજીક બુધવારે સાંજે નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી હતી. આ અકસ્માતમાં કિયાલ ગામનાં યુવક અને તેની ત્રણ દીકરીઓનું ડુબી જવાથી મોત નીપજ્યું હતું. જો કે યુવકની પત્ની પાણીમાં ડૂબી જતાં ફાયર વિભાગની ટીમ સહિત અધિકારીઓએ તેમની શોધખોળ હાથ ધરી હતી. અંતે ફાયર વિભાગની ટીમને પાંચ મૃતદેહ બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચો : ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટઃ મૃતદેહો મધ્ય પ્રદેશ મોકલાયા

થરાદના કિયાલ ગામનો પરિવાર

થરાદના કિયાલ ગામના યુવક, તેની પત્ની અને ત્રણ દીકરીઓ સાથે બુધવારે કાર લઈને દિયોદર નજીક ગોગા મહારાજના દર્શન માટે ગયા હતા અને ત્યાંથી તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન દેવપુરા નજીક કાર કેનાલમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં ગૌસ્વામી નવીનભાઈ જીવાપુરી, ગૌસ્વામી હેતલબેન નવીનપુરી તેમજ તેમની ત્રણ દીકરીઓ ગૌસ્વામી કાવ્યાબેન, ગૌસ્વામી મીનલબેન, ગૌસ્વામી પિયુબેનનું મૃત્યુ નીપજ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button