ગુજરાતમાં 157 નાયબ મામલતદારની બદલી, જુઓ લિસ્ટ

અમદાવાદઃ ગુજરાતના વહીવટી તંત્રમાં અચાનક મોડી રાત્રે હડકંપ આવ્યો હતો. ગુજરાતના 157 નાયબ મામલતદારને એક ઝાટકે બદલી કરી દેવામાં આવી હતી. બદલીઓ જિલ્લો કે જિલ્લાની આસપાસ નહી પરંતુ સીધી જ પુર્વથી પશ્ચિમ જેવી બદલીઓ કરવામાં આવી છે. જેમ કે સૌરાષ્ટ્રના અનેક નાયબ મામલતદારોને ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાં મોકલી દેવાયા છે.
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે મોડી રાત્રે રાજ્યવ્યાપી બદલીઓના ભાગરૂપે ગુજરાતના વહીવટી તંત્રમાં મહત્વના ગણાતા નાયબ મામલતદાર કક્ષાના 157 અધિકારીઓની અચાનક બદલી કરી દેવામાં આવી હતી. બદલી જે-તે નાયબ મામલતદારના જિલ્લામાં કે તેની આસપાસના જિલ્લામાં નહીં અન્ય જિલ્લામાં જ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક નાયબ મામલતદારોને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે દક્ષિણ અને ઉત્તરના નાયબ મામલતદારોની સૌરાષ્ટ્રમાં બદલી કરી દેવામાં આવી છે. દાહોદ જિલ્લામાંથી 21 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. જ્યારે માત્ર 3 નવા નાયબ મામલતદારોની નિમણૂક કરવામાં આવી છે.
દાહોદથી બદલી થયેલા અધિકારીઓમાં સાબરકાંઠામાં 6, ડાંગમાં 3, બનાસકાંઠામાં 2 અને અન્ય જિલ્લાઓમાં 1-1 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. દાહોદમાં નવી નિમણૂક પામેલા ત્રણ અધિકારીઓમાં ગાંધીનગરથી કલ્પેશ વી. રાવ, સુરતથી સુરજબેન નારસિંગભાઈ મકવાણા અને ભરૂચથી સ્નેહલકુમારી સી. બામણીયાનો સમાવેશ થાય છે.
આ બદલીઓથી વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે જિલ્લામાંથી મોટી સંખ્યામાં અધિકારીઓની બદલી થઈ છે, જ્યારે નવા અધિકારીઓની નિમણૂક ઓછી સંખ્યામાં કરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં જિલ્લાના વહીવટી કામકાજ પર અસર પડવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં પોલીસ બેડામાં મોટી આંતરીક બદલીની જાહેરાત કરવામાં આવી હતી. 38 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી. અચાનક બદલીઓના કારણે શહેર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.
આપણ વાંચો: અમરેલીમાં મહિલાના મળેલા નિર્વસ્ત્ર મૃતદેહનું કનેક્શન મહારાષ્ટ્રના આ જિલ્લા સાથેઃ જાણો વિગતવાર