IPL 2025

IPL 2025: GTએ RCBને 8 વિકેટે હરાવ્યું, જોસ બટલરની ધમાકેદાર બેટિંગ

બેંગલુરુ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 14મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB) અને ગુજરાત ટાઇટન્સ(GT) વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. GT એ RCB ને 8 વિકેટે હરાવ્યું. RCBએ GTને 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે GTને 17.5 ઓવરમાં બે વિકેટ ગુમાવીને સરળતાથી ચેઝ કરી લીધો.

GT તરફ થી જોસ બટલર અને સાઈ સુદર્શને શાનદાર બેટિંગ કરી . બટલરે 39 બોલમાં73 રન બનાવ્યા, તેણે 5 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા, તેણે સુદર્શન સાથે બીજી વિકેટ માટે 75 રનની પાર્ટનરશિપ કરી. સુદર્શનને 36 બોલ માં 49 રન બનાવ્યા, તેણે સાત ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા. 13 મી ઓવરમાં જોશ હેઝલવુડે સુદર્શનને આઉટ કર્યો. આ પછી, બટલરે શેરફેન રૂથરફોર્ડ સાથે ત્રીજી વિકેટ માટે અણનમ 63 રનની પાર્ટનરશિપ કરી. રધરફોર્ડે સિક્સર ફટકારીને જીટીને જીત અપાવી. કેપ્ટન શુભમન ગિલ માત્ર 14 રન બનાવીને આઉટ થયો.

આ પણ વાંચો : કેમ અમારી પાસે હૈદરાબાદની મૅચની હજારો ટિકિટો માગી?: કાવ્યા મારનના ટીમ મૅનેજમેન્ટે કોની સામે આક્ષેપ કર્યો?

આ સિઝનમાં ગુજરાતની બીજી જીત છે, આ સાથે જ ટીમ 4 પોઈન્ટ સાથે ચોથા સ્થાને પહોંચી ગઈ હતી, જ્યારે RCB ત્રીજા સ્થાને સરકી ગઈ હતી, તેના પણ 4 પોઈન્ટ છે. આરસીબીએ અગાઉ સતત બે મેચ જીતી હતી, પરંતુ ગુજરાત સામે હાર મળી. મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button