ઉત્સવ

મારો પાર્થ, નંબર વન

આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે

પાર્થ અને આલોક મહાવીર નગર, કાંદિલીમાં એક જ સોસાયટીમાં રહે છે. ૮વર્ષના આ બાલમિત્રો ઈન્ટરનેશનલ સ્કૂલમાં બીજા ધોરણમાં એક જ વર્ગમાં ભણે છે.

પાર્થના પપ્પા કોમ્ય્યુટર ટ્રેનિંગનું કામ કરે છે જયારે મમ્મી સ્નેહા હાઉસમેકર છે. આલોકની મમ્મી એક શાળામાં શિક્ષિક અને પપ્પા બેંકમાં કામ કરે છે.

પાર્થ અને આલોક બંને ભણવામાં હોશિયાર છે. સ્કૂલમાં કલ્ચરલ પ્રોગ્રામ હોય, કોઈ સ્પર્ધા કે સ્પોર્ટ બંને એમાં ભાગ લે અને ઈનામ જીતે.

તે દિવસે ક્લાસમાં મિસ રોઝલી જનરલ નોલેજની ટેસ્ટ લઈ રહયાં હતાં. તેમણે કહ્યું

  • હું જે સવાલ પૂછું એના ઝડપથી સાચા જવાબ કોણ આપે છે તેની કોમ્પીટીશન છે. સો, યુ ઓલ આર રેડી ? યસ, યસ બધા વિદ્યાર્થીઓએ એકી સાથે કહયું. આપણી હાઈસ્કૂલના ફાઘરનું નામ શું છે
    પાર્થ તરત આંગળી ઉપર કરતાં જરા અચકાતાં બોલ્યો- સ્કૂલના ફાધરને ? હા, પેલા કોટી પહેરી છે, સ્માઈલ કરતો ફોટો છે, તે ને ? એ તો, નરેન્ર્દ મોદી. એનો જવાબ સાંભળી આખો કલાસ હસવા લાગ્યો.બાજુંમાં બેઠેલા મેહુલે શર્ટ ખેંચતા કહયું- રોંગ આનસર-
    રોઝલી મિસે કહ્યું- રોંગ આનસર, તું રોજ ગુડ મોર્નિંગ કહે છે એ ફાઘરનું નામ તને ખબર નથી ફાઘર ડિસોઝા. શ્રી.નરેન્દ્ર મોદીજી તો આપણા વડાપ્રધાન છે.

પણ, મિસ એમનો ફોટો બરાબર રાષ્ટ્રધ્વજની બાજુમાં છે. એક તરફ મોદીજી અને બીજી તરફ મહાત્મા ગાંધી, તો મને લાગ્યું કે ગાંધીજી ફાધર ઓફ નેશન અને મોદીજી ફાધર ઓફ સ્કૂલ. પાર્થ દબાતા અવાજે બોલ્યો અને કલાસમાં ફરી બધા હસવા લાગ્યા.

શું પાર્થ આવી સીલી મીસ્ટેક કરે છે, તારી મમ્મીને કહેજે સ્કૂલ કેલેન્ડરમાંથી તને બધું સમજાવે. હવે બેસી જા. મિસ રોઝલીએ કહયું. પાર્થને ખૂબ દુખ થયું, કે હું સાવ બુદ્ધુ છું. હું મૂરખ છું, એટલે બધા મારી મશ્કરી કરે છે. મને કશું આવડતું નથી.

રોઝલી મિસે બીજો સવાલ પૂછયો- તમને કયો ફેસ્ટીવલ ગમે છે, અને શા માટે ? પાર્થ બોલવા જતો હતો કે ગણપતિનો, મારે ઘેર આવે છે ગણપતિબાપા-પણ તે ચૂપ જ રહયો, હું બોલીશ તો ફરી બધા મશ્કરી કરશે.

પાર્થ ઘરે જતાં સ્કૂલબસમાં બેઠો ત્યારે એને મનમાં થયું હવે આજની વાત જો હું મમ્મીને કહીશ તો એ પણ મને જ વઢશે. આ નાની બેન દીપુડી આવી છે ને ત્યારથી મમ્મા મને વહાલ કરતી નથી, મને બરાબર લેસન કરાવતી નથી. એટલે હું ભણી શકતો નથી. મમ્મા અને ડેડી દીપુને જ રમાડે છે, પાર્થ કોઈને ગમતો નથી. સોસાયટીમાં નીચે ઉતર્યા ત્યારે મેહુલે બાય કહયું પણ પાર્થ હસી શકયો નહીં.
પાર્થ ઘરે પહોંચ્યો ત્યારે મમ્મા દીપાને ગુલાબી ફ્રોક પહેરાવી રહી હતી. પછી બે-ત્રણ બકકી કરી.પછી પાર્થ સામું જોતાં પૂછ્યું, શું કર્યું આજે નિશાળમાં ? વર્કબુકમાં ટીચરે કેટલા સ્ટાર આપ્યા?
પાર્થ કશું બોલી ન શકયો. કેમ કંઈ જવાબ નથી આપતો ફરી પાછા દાખલા ખોટા પડયા ? હમણાંનો તું સાવ કેરલેસ થઈ ગયો છે.

પાર્થે શુઝ ફેકયા અને દફતરમાંથી વર્કબુક વાંચવા લાગ્યો. એની આંખ ભરાઈ આવી.

પાર્થે વર્ગમાં બનેલી વાત જયા મમ્મીને જણાવી ત્યારે મમ્મી ફરી ગુસ્સે થઈ અને કહ્યું: રમ , રમ, હજુ ટેબ્લેટ પર ગેમ રમ્યા કર. મોનસ્ટર, કોમ્બોકીટર્સ , એન્ગ્રીબર્ડ જોયા કર. તારે કયાં ભણવુ છે ?
થોડી વારે શાંત થતા કહ્યું: તું જાણે છે ને મમ્માનું કામ વધી ગયું છે. નાનીબેન દીપુને સાચવવાની, ઘરનું કામ, મારી તબિયત સારી રહેતી નથી. એટલે તને બરાબર ભણાવી શકતી નથી. સારું હવે ટયૂશન રખાવીશ. પેલા મેહુલને નાઈન્ટી અપ માર્ક આવે છે. શું તારે આવા ડફોળ રહેવું છે ?

મમ્મા, મને મેથ્સ નથી ફાવતું. મને આવડે છે બધું, પણ મિસ પૂછે ત્યારે ગભરાઈ જવાય છે, પછી ભૂલ પડે છે તો
શું કરું ?

સારુ, જા, દૂધ પી ને થોડી વાર રમવા જા.

તે જ રાતે મમ્મી રસોઈ કરતી હતી અને પપ્પા કોમ્પ્યુટર પર કામ કરી રહયા હતા. પાર્થે કહયુ: પપ્પા, ટેબ્લેટ પર એક ગેમ રમું
પાર્થ ઓનલી વન ગેમ, પછી લેસન. ઓકે .

પાર્થ ખુશ થઈ ગયો. ગેમ રમવા લાગ્યો. ત્યાં જ રસોડામાંથી મમ્મી બહાર ધસી આવી. પાર્થ ગેમ રમવાની નથી, રોઝલી મિસે રિમાર્ક લખી છે. હમણાંની કલાસ ટેસ્ટમાં ત્રણ દાખલા ખોટા પડ્યા હતાને ?જો પેલો મેહુલ, હંમશા પહેલો નંબર લાવે છે.

પણ, મેહુલની મમ્મા તો ટીચર છે, અને મેહુલને રોજ ભણાવે છે. તું હવે મને લેસન કરાવતી નથી. વર્ગમાં મિસને પૂછું તો કહે છે – ગો ટુ યોર સીટ. હું શું કરું ?

પાર્થને માથે હાથ ફેરવતાં તેના ડેડીએ કહ્યું – પાર્થ, તું પણ હોશિયાર છે, થોડી વધારે મહેનત કર. હું તને મેથ્સ શીખવીશ.

સ્નેહાએ પાર્થના હાથમાંથી ટેબ્લેટ ઝૂંટવી લઇને રસોડામાં જતી રહી.

ડેડી, મમ્મા રોજ મને આવી રીતે વઢે છે, દીપુને ખૂબ વહાલ કરે છે. આટલું બોલતા પાર્થ ડૂસકે ડૂસકે રડવા લાગ્યો.

ના, ના પાર્થ તું તો અમારો ગુડબોય છે. હું મમ્માને કહીશ, મારા પાર્થને કોઈએ વઢવાનું નહીં. ચાલ, આજે ડેડી લેસન કરાવે.

પાર્થ ડેડી પાસે થોડી વાર બેઠો, પણ તેને ઉંઘ આવતી હતી. એણે ખાઘું પણ નહીં એનું લેસન અધૂરું રહયું અને તે સૂઈ ગયો.

બીજે દિવસે લેસન અધૂરું હોવાથી રોઝલી મિસે પેરેન્ટસને બોલાવ્યાં.

રોઝલીમિસ , કાઉન્સીલર તથા પેરેન્ટસ મિટિંગમાં સ્નેહાએ સાચી પરિસ્થિતિ જણાવતાં કહ્યું- . મેહુલ કરતાં મારો પાર્થ અભ્યાસમાં પાછળ રહે છે તેથી મને ગુસ્સો આવે છે, અને બીજી ડિલિવરી પછી તબિયત પણ સારી નથી. હું બઘું મેનેજ કરી શક્તી નથી.

પાર્થ ને એવું લાગે છે કે તમે એને નીગલેક્ટ કરો છો. કાઉન્સિલર મેડમે કહયું.

ના,ના મેડમ કામનો બોજો, અકળામણ સાચી છે, પણ મારા વહાલા દીકરા પાર્થને હું નીગલેક્ટ શા માટે કરું ?

સ્નેહા, સૌથી મહત્વની વાત તમારા બાળકની સરખામણી બીજા કોઈ બાળક સાથે ન કરો. તમે પોતે ગ્રેજયુએટ છો, તમે સરસ ભણાવી શકો. એનો સ્ટ્રેસ તમે જ દૂર કરી શકો. પાર્થ બહુ સ્માર્ટ છે .સ્કૂલમાં હું અને રોઝલી એને ગાઈડ કરીશું.તમે એને કોઈ જાતની લાલચ કે ભય ન બતાવતા. તમારો પાર્થ નંબર વન છે.

રોઝલીમિસ અને કાઉન્સીલર મેડમનો આભાર માનતા સ્નેહા પણ બોલી – યસ. મારો પાર્થ નંબર વન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button