અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી
શ્વાસ અધ્ધર કરતો શ્વાન
શ્વાનની વ્યાખ્યા માણસ જાતિના શ્રેષ્ઠ મિત્ર સુધી વિસ્તરી ચુકી છે. આજે એ અનેક પરિવારોનો વહાલો અને કહ્યાગરો સભ્ય બની ગયો છે. એથીય મહત્ત્વની વાત કરીએ તો અઠંગ ગુનેગારોને પકડવા, ડ્રગ્સની હેરાફેરી અટકાવવા જેવા કામમાં પોલીસનો સક્ષમ અને સવાયો સાથી સાબિત થઈ રહ્યો છે. ડોગીના ફેશન શો, રેસ, બ્યુટી કોન્ટેસ્ટ અને અન્ય શોમાંથી આયોજકો મબલક કમાણી પણ કરે છે.
સાત હેક્ટરની જમીનમાં વિવિધ નસલના 150 શ્વાનનું કલેક્શન ધરાવતા ‘ઈન્ડિયન ડોગ બ્રીડર્સ એસોસિએશન’ ના પ્રેસિડેન્ટ એસ. સતીષે તાજેતરમાં 58.1 લાખ ડૉલર (આશરે 50 કરોડ રૂપિયા)ની કિંમત ધરાવતો શેફર્ડ ઓલાદનો શ્વાન ખરીદ્યો છે. એક શ્વાન માટે શ્વાસ અધ્ધર ચડી જાય એવાં નાણાં ખર્ચવાનું કારણ પૂછતાં શ્વાનપ્રેમીએ ખુલાસો કર્યો કે ‘વરુ જેવો દેખાતો આ ઓલાદનો વિશ્વનો આ એકમાત્ર શ્વાન છે. માત્ર આઠ મહિનાનો છે, 30 ઈંચની ઊંચાઈ છે અને એનું વજન 75 કિલો છે. વિશ્વ સમસ્તમાંથી ભાતભાતના શ્વાનની ખરીદી કરી એના ઈવેન્ટ કરી સારા એવા પૈસા રળી લઉં છું. લોકો એની સાથે સેલ્ફી લેવા કે ફોટો પડાવવા તલપાપડ હોય છે. ફિલ્મના શોમાં તો એક્ટર કરતાં લોકો અમારા બંને માટે વધુ ઘેલછા દાખવે છે!.’
ગુલાબી પિસ્તોલ જો તેરી દેખી
ગીતકાર આનંદ બક્ષીના રોમેન્ટિક ગીતમાં નાયિકાની ગુલાબી આંખો નાયકને શરાબનો નશો કરાવી દે છે. એ નશાની સજા પ્રિયતમાના પ્રેમની કેદ હોય છે. જોકે, યુરોપના રમણીય દેશ સ્વિટ્ઝર્લેન્ડના રાજકારણીને રમકડાની ગુલાબી પિસ્તોલે પ્રોબ્લેમમાં મૂકી દીધા છે. પૌત્રોને ભેટ આપવા ઓનલાઈન રિટેલ સ્ટોરમાંથી વોટર પિસ્તોલ (પાણીની પિચકારી) મગાવી દાદાજી અજાણતામાં ગુનો કરી બેઠા છે. પૌત્ર પ્રેમ પાપ તો ન કહેવાય, તમે દલીલ કરશો. તમારો પોઈન્ટ સર આંખો પર, પણ વાત એમ છે કે દાદાજીએ ભલે ગુલાબી રંગની પિસ્તોલ મંગાવી, પણ એના દેખાવને કારણે એ સાચુકલી પિસ્તોલનો ભ્રમ પેદા કરી શકે છે એવી દલીલ થઈ. આવી પિસ્તોલ ઓર્ડર કરી દેશના ‘વેપન લો’નો ભંગ કરવા બદલ એમને 6500 ફ્રેન્ક (આશરે સવા છ લાખ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો. પોતે કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાની લેશમાત્ર કલ્પના ન હોવાનું જણાવી રાજકારણીએ કોઈ ફરિયાદ કર્યા વિના, બરાડા પાડ્યા વિના કે પોલિટિકલ કનેક્શનનો લાભ લીધા વિના દંડની રકમ ભરી દીધી છે. આ જોઈ લોકશાહી જરૂર મલકાઈ ઊઠી હશે.
પાણી બતાવો તો પરણેતર મળશે
પુત્રીનો હાથ પાણીદાર (આબરૂદાર, તેજસ્વી) પુરુષના હાથમાં સોંપવાની મહેચ્છા દરેક મા – બાપની હોય એ સ્વાભાવિક છે. જોકે, મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર જિલ્લાના તાંડ્યા નામના ગામના મુરતિયાઓને કોઈ ક્ધયા આપતું નથી, કારણ કે અહીંના યુવાનો પાણી નથી બતાવી શકતા. એ લોકો તેજસ્વી કે આબરૂદાર નથી એવું સમજી નહીં લેતા. પ્રોબ્લેમ છે પાણીનો- જળનો- વોટરનો. પાણી લેવા પનિહારીએ રોજ પનઘટ પર પહોંચવા કલાકો સુધી ચાલીને જવું – આવવું પડે છે. પરણ્યા પછી શ્રીમતીએ પાણી માટે આંટાફેરા કરવા પડે છે. ક્ધયાના પેરન્ટ્સને આ ઢસરડા મંજૂર નથી. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામમાં પંદરેક વર્ષ પહેલાં પાણીના પ્રોબ્લેમને કારણે પરણેતર નહીં મળવાથી અનેક યુવાનો વતન છોડી જતા રહ્યા હતા. એ જ રીતે તાંડ્યાના યુવકો પણ ઘર માંડવા વતનથી ઘરત્યાગ કરી રહ્યા છે. ‘તને જાતા જોઈ પનઘટની વાટે, મારું મન મોહી ગયું’ ગીત તાંડ્યાના મુરતિયાઓ નથી ગણગણી શકતા.
હેપ્પીની સેડ સ્ટોરી
ના, આ કોઈ હિન્દી ફિલ્મની લવસ્ટોરી નથી, જેમાં બે પ્રેમી હૈયાની રોમેન્ટિક સ્ટોરીનો દુ:ખદ અંત આવતો આપણે જોયો છે.
આ એક એવા જેપનીઝ યુવાનની વાત છે જેના જીવનનો પ્રારંભ સુખના સાગરથી થઈ દુ:ખના દરિયામાં પહોંચી ગયો છે. પુત્રજન્મથી રાજી રાજી થઈ ‘ઓળી ઝોળી પીપળ પાન, મમ્મીએ પાડ્યું હેપ્પી નામ’ ત્યારે માતાશ્રીને સપનેય ખ્યાલ નહોતો કે હેપ્પી નામ દીકરા માટે આનંદ નહીં, આફત બની જશે. જોકે, દીકરાને બાળપણમાં જ છોકરાઓ ‘તારું નામ હેપ્પી છે પણ તું હેપ્પી દેખાતો નથી’ એમ કહી ચીડવતા હતા. ઉંમર વધ્યા પછી પરિસ્થિતિમાં કશો સુધારો ન થયો. નોકરી માટેની અરજીમાં ઉમેદવારનું નામ હેપ્પી જોઈ કંપનીને પણ રમૂજ થતી. કોલેજ લાઈફમાં પણ નામને કારણે ટોણાબાજી ચાલુ રહી હતી. પિક્ચર અભી બાકી હૈ દોસ્તો, હેપ્પી નામને કારણે ભાઈ સાહેબની રોમેન્ટિક લાઈફની વાટ લાગી ગઈ હતી. હા, એક વાર હેપ્પી નામનો લાભ થયો હતો જ્યારે એણે સેલ્સના જોબ માટે અરજી કરી હતી. કંપનીને આ નામ શુકનવંતુ લાગ્યું હતું. શેક્સપિયર કહી ગયા છે ને કે ‘વ્હોટ ઈઝ ધેર ઈન અ નેમ?’ પણ હેપ્પી ભાઈનું ઉદાહરણ એનો જવાબ છે.
લ્યો કરો વાત!
વિશ્વ વિખ્યાત સાયન્ટિસ્ટ આલબર્ટ આઈન્સ્ટાઈન એમની થિયરી ઓફ રિલેટિવિટી એટલે કે સાપેક્ષતાનો સિદ્ધાંત માટે મશહૂર થયા હતા. આ સિદ્ધાંતને સરળતાથી સમજાવવા માટે એમની સમક્ષ અનેક કાર્યક્રમમાં કહેવામાં આવતું હતું. એક વાર એમણે કરેલું સરળ વિશેષણ આજે પણ અનેક લોકોના સ્મરણમાં છે અને એને યાદ કરીને કહેવાય છે. સાપેક્ષતા-સાપેક્ષવાદ વિશે સમજાવતા એમણે કહ્યું હતું કે ‘તમારો હાથ ગરમ સગડી પર એક મિનિટ માટે રાખશો તો એ તમને એક કલાક જેવું લાગે અને જો એક ખૂબસૂરત ક્ધયા સાથે એક કલાક બેસો તો એક મિનિટ જ થઈ હોય એવું લાગે આને કહેવાય સાપેક્ષવાદ!’
નીચે વહેતી માનવામાં આવે છે) પ્રાચીન સમયમાં ત્રણ નદીઓના સંગમનો ભાગ હતી. તે કુંભમેળાના ચાર સ્થળોમાંનું એક છે, જે એક મહત્ત્વપૂર્ણ સમૂહ હિન્દુ યાત્રાધામ છે, આપ પ્રયાગરાજ જાવ ત્યારે રેલવે સ્ટેશનની બિલકુલ નજીક ઐતિહાસિક પ્રયાગરાજનું ક્લાત્મક ઓલ સેન્ટ્સ કેથેડ્રલ જેને પથ્થરોનું ચર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે એે ઇમારત જોજો અફલાતૂન છે.
આ પણ વાંચો : અજબ ગજબની દુનિયા