કુણાલ કામરાની મુશ્કેલીમાં વધારો, મુંબઈ પોલીસે ત્રીજો સમન્સ પાઠવ્યો…

મુંબઈ : સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ નોંધાયેલા કેસમાં મુંબઈ પોલીસે તેમને ત્રીજો સમન્સ પાઠવ્યો છે. તેમને ખાર પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. જ્યાં માર્ચ માસમા એફઆઇઆર નોંધવામાં આવી હતી. આ ઉપરાંત અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસે તેમને પહેલા બે વાર સમન્સ પાઠવ્યા હતા.પરંતુ તેઓ હજુ હાજર નથી થયા.
ટિપ્પણીમા એકનાથ શિંદેનું નામ નહોતું

આ કેસ મુંબઈના કાર્યક્રમમાં કામરાએ એક શોમાં એકનાથ શિંદે વિશે કટાક્ષપૂર્ણ ટિપ્પણી કરી હતી. જેમાં ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બળવો થયા બાદ શિવસેનાના વડા શિંદેને નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે ટિપ્પણીમા એકનાથ શિંદેનું નામ નહોતું.
પોલીસની એક ટીમ કામરાના ઘરે ગઈ હતી
તેની બાદ ગુસ્સે ભરાયેલા શિવસેના કાર્યકરોએ તે સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી જ્યાં શો રેકોર્ડ કરવામાં આવી રહ્યો હતો. ખાર પોલીસે શિવસેનાના ધારાસભ્યની ફરિયાદ પર માનહાનિ અને જાહેર ઉપદ્રવ સંબંધિત કલમો હેઠળ કામરા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. જ્યારે સોમવારે ખાર પોલીસની એક ટીમ મુંબઈના માહિમ વિસ્તારમાં કામરાના ઘરે ગઈ હતી. જયા તેનો પરિવાર રહે છે.
મદ્રાસ હાઈકોર્ટે વચગાળાના આગોતરા જામીન આપ્યા
ઉલ્લેખનીય છે કે,મદ્રાસ હાઈકોર્ટે 28 માર્ચે સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાને વચગાળાના આગોતરા જામીન આપ્યા. જસ્ટિસ સુંદર મોહને ખાર પોલીસને પણ નોટિસ પાઠવીને કેસની આગામી સુનાવણી 7 એપ્રિલના રોજ નક્કી કરી છે.
આ પણ વાંચો : શિવસેના-યુબીટીના નેતા સંજય રાઉતે હાસ્ય કલાકાર કુણાલ કામરા માટે કેન્દ્રીય સુરક્ષાની માગણી કરી…