ટોપ ન્યૂઝશેર બજાર

શેરબજાર સામાન્ય વધારા સાથે ખૂલ્યું, સેન્સેક્સમાં 121 પોઈન્ટનો વધારો…

મુંબઈ : ભારતીય શેરબજારમા મંગળવારે ભારે ઉથલ પાથલ બાદ આજે બુધવારે બજારમાં થોડો સુધાર જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ અને નિફ્ટી આજે સામાન્ય વધારા સાથે ખૂલ્યા છે. આજે સેન્સેક્સ 121 પોઈન્ટના વધારા સાથે 76146 પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 26 પોઈન્ટના વધારા સાથે 23139 પર ખૂલ્યો હતો.

સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 16 શેરમાં વધારો

જ્યારે આજે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 16 શેરમાં વધારા સાથે કારોબાર શરૂ થયો હતો અને બાકીની 14 કંપનીઓના શેરમાં ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટીની 50 માંથી 18 કંપનીઓના શેર વધારા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા, જ્યારે 32 કંપનીઓના શેર ઘટાડા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા. બુધવારે સેન્સેક્સ કંપનીઓમાં, ટેક મહિન્દ્રાના શેર સૌથી વધુ 1.30 ટકાના વધારા સાથે ખુલ્યા અને નેસ્લે ઇન્ડિયાના શેર સૌથી વધુ 2.25 ટકાના ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું.

આ શેરના ભાવમાં થઇ વઘ-ઘટ

આ ઉપરાંત, આજે ઇન્ફોસિસના શેર 1.12 ટકા, ઝોમેટો 1.01 ટકા, એચડીએફસી બેંક 0.55 ટકા, ICICI બેંક 0.54 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.45 ટકા, એક્સિસ બેંક 0.37 ટકા, આઈટીસી 0.22 ટકા, ભારતી એરટેલ 0.19 ટકા, અદાણી પોર્ટ્સ 0.16 ટકા, ટાઇટન 0.15 ટકા, બજાજ ફિનસર્વ 0.13 ટકા, ટાટા સ્ટીલ 0.07 ટકા, બજાજ ફાઇનાન્સ 0.07 ટકા અને કોટક મહિન્દ્રા બેંકના શેર 0.05 ટકાના વધારા સાથે ખુલ્યા. જ્યારે આજે પાવર ગ્રીડના શેર 1.16 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.84 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 0.66 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.61 ટકા અને NTPCના શેર 0.61 ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા.

એશિયન બજારો મિશ્ર રહ્યા

આ ઉપરાંત યુએસ ટેરિફ પ્લાનની જાહેરાત પૂર્વે વોલ સ્ટ્રીટ પર તેની અસર જોવા મળી. જેના પગલે બુધવારે એશિયન બજારો મિશ્ર રહ્યા. જાપાનના નિક્કી 225 માં 0.06 ટકાનો વધારો થયો.જ્યારે ટોપિક્સમાં 0.3 ટકાનો ઘટાડો થયો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.14 ટકાનો વધારો થયો હતો, જ્યારે કોસ્ડેકમાં 0.12 ટકાનો વધારો થયો હતો. હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સે નીચી શરૂઆતનો સંકેત આપ્યો.

આ પણ વાંચો : ઓપિનિયન: શીન ચેંગની અદ્ભુત સફળતા એ એક વાત સાબીત કરી છે કે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button