ટોપ ન્યૂઝબનાસકાંઠા

ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટઃ મૃતદેહો મધ્ય પ્રદેશ મોકલાયા

બનાસકાંઠાઃ ડીસામાં ઢુંવા રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 21 લોકોનાં મૃત્યુ થયા હતા. મૃતદેહ સ્વીકારવા મધ્ય પ્રદેશથી અધિકારીઓ ડીસા સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા હતા. આજે સવારે પોલીસ પાટલોટિંગ સાથે મૃતદેહોનો મધ્ય પ્રદેશ મોકલવામાં આવ્યા હતા.

ગઈકાલે રાત્રે આ ફેક્ટરી માલિક પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. ફેકટરી માલિક ખુબચંદ મોહનાની અને પુત્ર દિપક મોહનાની એલસીબી ટીમે મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. દિપક મોહનાની 2024માં અમદાવાદના સ્ટેડીયમમાં આઈપીએલ મેચ દરમિયાન સટ્ટો રમાડતાં પકડાયો હતો. 31 માર્ચ 2024ના રોજ ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ પર લાઈવ ક્રિકેટ સટ્ટો રમાડતાં અનેક સટ્ટાબાજ પકડાયા હતા. ઝોન-2 એલસીબી ટીમે પ્રેસિડેન્ટ ગેલેરીમાંથી દીપક મોહનાનીને સટ્ટો રમાડતાં ઝડપ્યો હતો.

કલેકટર મિહિર પટેલે શું કહ્યું

મીડિયાકર્મીઓને ડીસા સિવિલના કોલ્ડરૂમથી દૂર બેરિકેડ કરી રોકવામાં આવ્યા હતા. મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી નાગરસિંહ ચૌહાણે બેદરકારી દાખવનારા સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ કહ્યું હતું. કલેકટર મિહિર પટેલે કહ્યું, પરિવારજનોએ મૃતદેહોની ઓળખ કર્યા બાગ મૃતદેહો વતન મધ્ય પ્રદેશ રવાના કરવામાં આવ્યા હતા. મોટાભાગના મૃતકો દેવાસ અને હરદા જિલ્લાના હતા. મધ્ય પ્રદેશના પ્રધાન ચૌહાણનાગર સિંહ, વરિષ્ઠ અધિકારીઓ અને મધ્ય પ્રદેશના સ્થાનિક વહીવટી અધિકારીઓ ગઈકાલે રાત્રે આવી પહોંચ્યા હતા. મૃતકોના પરિવારજનો પણ ગઈકાલે આવી પહોંચ્યા હતા. દેવાસ જિલ્લાના 10 લોકોની ઓળખ પ્રક્રિયા તેમના પરિવારના સભ્યોની હાજરીમાં પૂર્ણ કર્યા પછી એમ્બ્યુલન્સમાં તેમના વતન મોકલવામાં આવ્યા હતા.

આપણ વાંચો:  મોરબીના મચ્છુ-2 ડેમના 2 દરવાજા રિપેરીંગ માટે ખોલાશે, 29 ગામને એલર્ટ કરાયા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button