રાજ્ય સરકારની તિજોરી છલકાઈ: વર્ષ 2024-25માં ગુજરાતની SGST આવક વધી…

અમદાવાદઃ નાણાકીય વર્ષ 2024-25માં રાજ્ય કર વિભાગે SGST હેઠળ ₹73,281 કરોડની આવક નોંધાવી હતી. જે અગાઉના નાણાકીય વર્ષ 2023-24માં થયેલી ₹64,133 કરોડની આવક કરતાં 14 ટકા વધુ છે. આમ 2024-25માં જીએસટીની આવકમાં રૂ.9148 કરોડનો વધારો થયો છે.
રાષ્ટ્રીય સ્તરે જીએસટી આવકનો વૃદ્ધિ દર 9.4 ટકા રહ્યો છે, જેની સામે રાજ્યના આંકડાઓ વધુ પ્રભાવશાળી છે. રાજ્યએ નાણાકીય વર્ષ 2024-25માં વેટ દ્વારા ₹33,896 કરોડ, વિદ્યુત શુલ્ક: ₹11,741 કરોડ, વ્યવસાય વેરો દ્વારા ₹261 કરોડની આવક કરી. આમ જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા વડે રાજ્યની કુલ આવક ₹1,19,178 કરોડ સુધી પહોંચી છે.
માર્ચ 2025માં રાજ્યને વિવિધ કર માધ્યમો દ્વારા કુલ ₹10,335 કરોડની આવક થઈ છે, જેમાં જીએસટી દ્વારા ₹6,193 કરોડ, વેટ: ₹2,793 કરોડ વિદ્યુત શુલ્ક: ₹1,325 કરોડ,વ્યવસાય વેરો: ₹24 કરોડનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જીએસટી હેઠળ જાહેર કરાયેલી એમનેસ્ટી સ્કીમને વેપારીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ સ્કીમ હેઠળ 4,120 વિવાદ અરજીઓ પરત ખેંચવામાં આવી છે. 10,211 કેસોમાં કરદાતાઓએ ફક્ત વેરાની રકમ ભરીને યોજનાનો લાભ લીધો છે. આ અંતર્ગત રૂ.273 કરોડનો વેરો ભરવામાં આવ્યો છે. આ સાથે અંદાજિત રૂ.479 કરોડના વ્યાજ અને દંડની માફીનો લાભ મળ્યો છે.
આપણ વાંચો : ગુજરાતીઓ સરેરાશ કેટલા કલાક કરે છે કામ? જાણો શું કહે છે સર્વે…