સિનેમાની સફ્રર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ
(ભાગ બીજો)
સિનેમામાં અંગના પ્રકાર
ફિલ્મી ગીતોમાં નાયક નાયિકાની પ્રશંસા કરતો હોય છે. ધ્યાનથી સાંભળવામાં આવે તો એવું જાણવા મળે છે કે તે નાયિકાની નહીં તેના વાળોની પ્રશંસા કરે છે, ગાલોની પ્રશંસા કરે છે, આંખોની પ્રશંસા કરે છે વગેરે વગેરે.. આનો અર્થ એવો કરી શકાય કે નાયિકાના અંગોની પ્રશંસા કર્યા વગર તેની પ્રશંસા કરવાનું શક્ય નથી. કેટલાક અંગોની પ્રશંસા વારંવાર કરવામાં આવી છે તો કેટલાક અંગો પ્રત્યે ઉપેક્ષા કરવામાં આવી છે. ફિલ્મોના ગીતો અને સંવાદોમાં જે રીતે અંગોનું વર્ણન કરવામાં આવ્યું છે તેની જાણકારી આપણે હવે પછીના ભાગોમાં મેળવીશું.
નાક
ચહેરાની સુંદરતા વધારવા અથવા તો ઘટાડવામાં સૌથી મોટું યોગદાન નાકનું હોય છે. ફિલ્મોમાં દરેક પાત્રના નાક તો જોવા મળે છે, પરંતુ ગીતો અને સંવાદોના રેકોર્ડ તપાસવામાં આવે તો તેમાં નાયક અથવા નાયિકાને નાક હોવાનો કોઈ ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી. હા કેટલીક ફિલ્મોમાં કોઈ ખાનદાનના એક નાકની વાત જરૂર થતી હોય છે. આ નાક પાછું તે ખાનદાનના યુવાન છોકરા કે પછી છોકરીના પ્રેમ કરવાને કારણે પાછું કપાઈ જતું હોય છે.
નાયિકાની પ્રશંસા કરવા માટે નાયકે ક્યા ક્યા અંગોની પ્રશંસા નથી કરી? તલ સુદ્ધાંને નથી છોડ્યા, પરંતુ કોઈ ગીતમાં હજી સુધી નાકનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આનો અર્થ એવો છે કે કાં તો સુંદરતા અંગેનું તેનું જ્ઞાન અધુરું છે અથવા તો તે નાકને પ્રશંસાને યોગ્ય સમજતો નથી. બધા ગીતકારોએ આ નોંધવા જેવું છે.
જાન
ફિલ્મોમાં કોઈ જાન હથેળી પર લઈને ચાલતો હોય છે તો કોઈની રાહમાં કોઈ જીવ બિછાવીને બેઠો હોય છે. કોઈનો જીવ જઈ રહ્યો છે, તો કોઈનો જીવ આવી રહ્યો છે. કોઈ બીજાનો જીવ લેવા માટે પાછળ પડ્યો છે. ફિલ્મના શિર્ષકથી લઈને ફિલ્મના અંત સુધી દિગ્દર્શક દરેક ફ્રેમમાં જીવ પાથરી દેતો હોય છે. આમ છતાં ફિલ્મની કથામાં જ જીવ રેડવાનું ભૂલી જતો હોય છે.
આથી જ જ્યારે દર્શક થિયેટરમાંથી પાછો ફરે છે ત્યારે પૂરો ફરી જાય છે કે ફિલ્મમાં કોઈ જીવ હતો. વાસ્તવમાં ફિલ્મોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવનારો શબ્દ છે ‘જાન‘ એટલે કે જીવ. સૌથી વાસી સંબોધન પણ જાન છે અને આથી જ ફિલ્મોમાં ‘જાન’ બહુ સસ્તી થઈ રહી છે, જાનેમન…