ઉત્સવ

ઇઝરાયલ હુમલો ના કરે તો બંગડીઓ પહેરીને બેસી રહે?

કવર સ્ટોરી -વિજય વ્યાસ

આતંકવાદી સંગઠન ‘હમાસ’ના ઈઝરાયલ પરના હુમલાને પગલે સ્ટેટ ઓફ પેલેસ્ટાઈનના ગાઝા સ્ટ્રીપમાં યુદ્ધ ફાટી નિકળ્યું છે. ઈઝરાયલ પોતાના પર થતા કોઈ પણ વારનો તાત્કાલિક હિસાબ ચૂકતે કરવામાં માને છે તેથી ‘હમાસ’ના હુમલાના કલાકોમાં તો ઈઝરાયલે ‘હમાસ’ના આતંકવાદીઓ જ્યાં ભરાયેલા રહે છે એ ગાઝા સ્ટ્રીપને ધમરોળી નાંખ્યું.

ઈઝરાયલે પહેલાં બેફામ બોમ્બમારો કર્યો ને પછી પોતાના સૈનિકોને ઉતારીને ગાઝા સ્ટ્રીપમાં ‘હમાસ’ના આતંકીઓને સાફ કરવા માંડ્યા છે. તેનાથી ફફડેલા ‘હમાસ’ના આતંકીઓના આકાઓએ આરબ રાષ્ટ્રોના પગ પકડ્યા તેમાં આરબ રાષ્ટ્રો ઈઝરાયલની ટીકા કરી રહ્યા છે. દુનિયાભરના મુસલમાનો પણ ઈઝરાયલની ટીકા કરવા માટે કૂદી પડ્યા છે ને ધરાર જૂઠાણાં ચલાવીને ઈઝરાયલને બદનામ કરી રહ્યાં છે.

ઈઝરાયલે ગાઝા સ્ટ્રીપમાં બેસીને હુમલો કરનારા આતંકીઓને હંફાવવા વીજળી, પાણી ને ખાદ્ય પુરવઠો બંધ કર્યો તેમાં તો પેલેસ્ટાઈનીઓના માનવાધિકારોના મુદ્દે કાગારોળ મચાવી દેવાઈ છે. ઈઝરાયલ માનવતાને નેવે મૂકીને વર્તી રહ્યું છે એવો દેકારો મુસ્લિમો કરી રહ્યા છે. યહૂદીઓ બહારથી આવીને ગેરકાયદેસર રીતે પેલેસ્ટાઈન પર કબજો કરીને બેસી ગયા ને ઈઝરાયલ બનાવી દીધું તેથી તેમને ખદેડવા માટે દુનિયાભરના મુસલમાનોએ એક થઈને તૂટી પડવું જોઈએ એવી હાકલો થઈ રહી છે.

ભારતમાં પણ કેટલાક નમૂના આ હઈસો હઈસોમાં જોડાયા છે ને ઈઝરાયલના ગાઝા સ્ટ્રીપ પર હુમલાને મામલે રીતસરની ઝૂડાઝૂડ ચાલી રહી છે. ભારતને પેલેસ્ટાઈનનાં લોકો સાથે કંઈ લેવાદેવા નથી ને છતાં અહીં તેમના પર થઈ રહેલા અત્યાચારોની સાવ ખોટી વાતો કરીને ઈઝરાયલના નામનાં છાજિયાં લેવાઈ રહ્યાં છે. મુસ્લિમ મતો માટે મુસલમાનોનાં તળવાં ચાટનારા કહેવાતા સેક્યુલર રાજકારણીઓ પેલેસ્ટાઈન તરફ હમદર્દી બતાવવા માટે કૂદી પડ્યા છે ને કોંગ્રેસે તો પેલેસ્ટાઈન તરફ સહાનુભૂતિ બતાવતો ઠરાવ પણ પસાર કરી નાંખ્યો.

ભારતનું સત્તાવાર વલણ ઈઝરાયલને સમર્થન આપવાનું છે ત્યારે આ હલકા પોતાના સ્વાર્થ માટે દેશના સત્તાવાર વલણથી વિરૂધ્ધ જઈને લવારા કરી રહ્યા છે. ભારતમાં મુસલમાનોનાં સંગઠનો પણ ઈઝરાયલની વાટવામાં પડ્યાં છે ને મુસલમાનો સોશિયલ મીડિયા પર ઈઝરાયલને એટલે કે યહૂદીઓને બેફામ ગાળાગાળી કરી રહ્યાં છે. યહૂદીઓએ જાણે મુસલમાનોનું નિકંદન કાઢી નાંખ્યું હોય એવી કાગારોળ મચાવી દેવાઈ છે. સામે ઈઝરાયલના સમર્થકો તેના બચાવમાં કૂદ્યા છે તેના કારણે દેશ બે છાવણીમાં વહેંચાઈ ગયો હોય એવો માહોલ છે.

ઈઝરાયલ મુદ્દે પહેલા કેટલીક સ્પષ્ટતાઓ કરવી જરૂરી છે કે જેથી ઈઝરાયલને વિલન ચિતરનારા કેવાં જૂઠાણાં ચલાવે છે તેની ખબર પડે. પહેલી વાત એ કે, ઈઝરાયલે ગાઝા સ્ટ્રીપમાં હુમલો કર્યો એ જવાબી કાર્યવાહી છે. ‘હમાસ’ના આતંકીઓએ ઈઝરાયલમાં ઘૂસીને યહૂદીઓને માર્યા ને બહેન-દીકરીઓને ઉઠાવી ગયા એ પછી ઈઝરાયલે આક્રમણ કર્યું. ઈઝરાયલે સ્વ-રક્ષણ માટે પ્રતિઆક્રમણ કર્યું છે ને તેનો ઈઝરાયલને પૂરો અધિકાર છે.

‘હમાસ’ના આતંકવાદીઓ ઈઝરાયલમાં ઘૂસીને લોકોને મારે, બહેન-દીકરીઓની ઈજ્જત લૂંટે, વિદેશીઓની હત્યાઓ કરે ને છતાં ઈઝરાયલ કંઈ ના કરે એવી અપેક્ષા ના રાખી શકાય. યહૂદીઓએ કંઈ બંગડીઓ થોડી પહેરી છે કે આટલું બધું થયા પછી પણ નપાણિયા થઈને બેસી રહે ને તમાશો જોયા કરે? ઈઝરાયલનો એ મિજાજ જ નથી. ઈઝરાયલનો મિજાજ હુમલો કરનારનો હાથ તોડીને હાથમાં આપી દેવાનો છે ને ઈઝરાયલને એ મિજાજ બતાવવાનો પૂરો અધિકાર છે. ઈઝરાયલ એ જ કરી રહ્યું છે તેથી તેની કાર્યવાહીને હુમલો ના કહેવાય.

ઈઝરાયલે ‘હમાસ’ને સાફ કરવા માટે ગાઝા સ્ટ્રીપમાં વીજળી, પાણી ને ખાદ્ય પુરવઠો બંધ કરીને પણ કશું ખોટું કર્યું નથી. ‘હમાસ’ના આતંકી હુમલો કરીને પાછા ગાઝા સ્ટ્રીપમાં ઘૂસી ગયા ને બાયલાની જેમ સામાન્ય નાગરિકોની આડશમાં લપાઈ ગયા પછી ઈઝરાયલ બીજું શું કરે? લોકોને જઈને પગે લાગે કે, અમારા પર હુમલો કરનારા આતંકીઓ મળે તો તેમને અમારે ત્યાં આવવા કહેજો? એ બધા નમાલાવેડા ચાલે જ નહીં. ‘હમાસ’ના આતંકીઓ ઈઝરાયલના ગુનેગાર છે ને તેમને સજા કરવા જે કરવું પડે એ કરવાનો ઈઝરાયલને પૂરો અધિકાર છે.

ઈઝરાયલના આ પગલાં પછી જે લોકો પેલેસ્ટાઈનીઓના માનવાધિકારોની બોન પૈણ રહ્યા છે એ લોકો એ વાત કરવા તૈયાર નથી કે હમાસ’ના આતંકીઓએ ઈઝરાયલમાં ઘૂસીને લોકોને માર્યા છે. યુવતીઓ પર બળાત્કાર કરીને હત્યાઓ કરી છે ને તેમને નગ્ન કરીને પરેડ કરાવી છે. આવા હરામખોરોના માનવાધિકારોની શું ચિંતા કરવાની હોય ? આવા લખોટાઓની તો પકડી પકડીને ખસી કરી નાંખવાની હોય. ને હમાસ’ના આતંકવાદીઓના હુમલાનો ભોગ બનેલા ઈઝરાયલનાં લોકોના
માનવાધિકારોનું શું ? માનવાધિકારો ખાલી મુસલમાનોના જ છે, યહૂદીઓના નથી ?

યહૂદીઓએ બહારથી આવીને પેલેસ્ટાઈન પર કબજો કર્યો ને ઈઝરાયલ બનાવીને બેસી ગયા એવી વાતો પણ બકવાસ છે. પેલેસ્ટાઈન કંઈ મુસલમાનોના બાપની જાગીર નથી. યહૂદીઓ મૂળ પેલેસ્ટાઈનના જ હતા ને સદીઓ પહેલાં મુસ્લિમોના અત્યાચારોના કારણે તેમણે પોતાનું વતન છોડીને જવું પડેલું. એ વખતે જેની પાસે તલવાર ને વધારે ક્રૂરતા આચરવાની તાકાત હોય એ જીતતો.
મુસલમાનો જંગલીપણા ને બર્બરતામાં તો કોઈને પહોંચવા દે એમ છે નહીં તેથી યહૂદીઓએ જીવ બચાવવા ભાગવું પડેલું. ઈઝરાયલની સ્થાપના દ્વારા તેમણે ઘરવાપસી કરી એ જોતાં યહૂદીઓ પેલેસ્ટાઈન બથાવીને બેસી ગયા છે એ વાતમાં જરાય માલ નથી. આવી વાતો માનનારા ગમાર ને અભણ છે. પેલેસ્ટાઈન પર મુસલમાનો કરતાં વધારે હક યહૂદીઓનો છે કેમ કે યહૂદીઓ આ જમીનની મૂળ પ્રજા છે.

હવે ભારતની વાત પર આવીએ
ભારતમાં ઈઝરાયલના હુમલાને મામલે ચાલી રહેલો તમાશો આઘાતજનક છે. જે લોકો આ તમાશો કરી રહ્યા છે એ લોકો આતંકવાદીઓની ભડવાગીરી કરી રહ્યા છે ને દેશદ્રોહ કરી રહ્યા છે. ‘હમાસ’ના આતંકીઓએ જે કર્યું તેનો કોઈ રીતે બચાવ થઈ શકે તેમ નથી તેથી આ હલકા સીધેસીધી ‘હમાસ’ની દલાલી કરતા નથી, પણ પેલેસ્ટાઈન તરફ સહાનુભૂતિના નામે ‘હમાસ’ની તરફદારી કરી રહ્યા છે.
પેલેસ્ટાઈન તરફ સહાનુભૂતિનો મતલબ શો? ‘હમાસ’ના આતંકીઓએ જે કંઈ કર્યું એ બરાબર કર્યું એ જ ને? પેલેસ્ટાઈનના લોકોના અધિકારો માટે ‘હમાસ’ આતંકવાદ આચરે કે નિર્દોષ લોકોની હત્યા કરે એ બરાબર છે એવું જ ને?

આ વર્તન દેશદ્રોહ સમાન પણ છે કેમ કે ભારતનું સત્તાવાર વલણ આતંકવાદ વિરોધી જ છે. દુનિયામાં કોઈ પણ આતંકવાદ આચરે, ભારત તેને સમર્થન આપતું જ નથી. ઈઝરાયલ વર્સીસ ‘હમાસ’ના યુધ્ધમાં પણ ભારતે એ જ વલણ અપનાવ્યું છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હમાસ’ના હુમલા પછી તરત ઈઝરાયલને ટેકો આપતું નિવેદન આપેલું ને પછી વિદેશ મંત્રાલયે તેનો પુનરોચ્ચાર કર્યો. હવે ભારત સરકારે જે વલણ લીધું છે તેની વિરુદ્ધનું વલણ આ દેશનો કોઈ નાગરિક કઈ રીતે લઈ શકે? બિલકુલ ના લઈ શકે.

કૉંગ્રેસે જે કર્યું એ તો આઘાતની પણ પરાકાષ્ટા જેવું છે. કૉંગ્રેસ પાસે એવી કઈ સત્તા છે કે જેના જોરે એ અલગ ઠરાવ કરીને દેશના સત્તાવાર વલણથી અલગ વલણ અપનાવી શકે ? ‘હમાસ’ના આતંકી હુમલા પછી ભારત આતંકવાદીઓ સાથે છે કે આતંકવાદીઓની સામે છે એ દુનિયા સામે સ્પષ્ટ કરવું જરૂરી હતું. મોદી સરકારે એ સ્પષ્ટ કરી દીધું પછી કૉંગ્રેસે આ દેશના એક રાજકીય પક્ષ તરીકે તેને ટેકો આપવાનો હોય પણ તેના બદલે કૉંગ્રેસે જુદું જ વાજું વગાડ્યું. આ ઠરાવ દ્વારા કૉંગ્રેસે પોતે દેશની સરકાર કરતાં પણ ઉપર છે એવું બતાવવાની કોશિશ કરી છે ને એ અક્ષમ્ય છે. કૉંગ્રેસનો ઠરાવ દેશની જનતાનો અને દેશની જનતાએ આપેલા જનાદેશનું અપમાન છે. આ દેશની પ્રજાએ ભાજપને પોતાના વતી દેશની નિતી ઘડવાનો અધિકાર આપ્યો છે. કૉંગ્રેસ આ અધિકારને માન્ય નથી રાખતી એ દેશનું અપમાન છે. આ હલકી હરકત માટે કૉંગ્રેસે દેશનાં લોકોની માફી માગવી જોઈએ.

મોદી સરકારે કૉંગ્રેસ જ નહીં પણ ‘હમાસ’ ને પેલેસ્ટાઈનની દલાલી કરનારાં તમામ સામે આકરું વલણ અપનાવવાની જરૂર છે. ભારતમાં લોકશાહી છે ને વાણી સ્વાતંત્ર્યની આઝાદી છે તેનો સંપૂર્ણ ગેરલાભ કેટલાક હલકટો ઉઠાવી રહ્યા છે. મોદી સરકારે કડક હાથે કામ લઈને આ હલકટોને પાઠ ભણાવવાની જરૂર છે કેમ કે દેશથી ઉપર કંઈ નથી. આ હલકટો સામે દેશદ્રોહનો કેસ ઠોકીને તેમને ઉઠાવી ઉઠાવીને જેલમાં નાંખવા જોઈએ.

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારે એલાન કર્યું જ છે કે, ઈઝરાયલ મુદ્દે દેશના સત્તાવાર વલણથી વિરુધ્ધ વલણ અપનાવનાર સામે કેસ ઠોકી દેવાશે. યોગી સરકાર જેવું જ વલણ બધી સરકારોએ અપનાવવું જોઈએ, દેશના વલણથી વિરૂધ્ધ વાત કરનારને પરચો બતાવવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button