ચીની કે જાપાનીઝ જેવા વાળ જોઈએ છે… તો અપનાવો આ જૂનો નુસખો
જેમાં ભારતમાં જૂની જીવનશૈલી, ખાણીપીણી અને દવાઓ-ઔષધીઓ ફરી લોકપ્રિય થઈ રહી છે તેવું અન્ય દેશોમાં પણ થઈ રહ્યું છે. ચીન અને જાપાનમાં સદીઓ પહેલા વાળને ચમકીલા, જાડા, લાંબા રાખવા માટે જે ઉપાયો કરવામા આવતા હતા તે હવે ફરી ટ્રેન્ડમાં છે અને ભારતમાં પણ લોકો તે અપનાવી રહ્યા છે. મોટે ભાગે જાપાનીઝ કે ચીનના લોકોના વાળ સ્ટ્રેઈટ, કાળા અને ખાસ ચમકવાળા હોય છે.
જો તમારે પણ આવા વાળ જોઈતા હોય તો અમે તમને આજે એ જાપાનીઝ નુસખો જણાવીએ છીએ. આ નુસખો સાવ સહેલો છે. તમારે ચોખાના પાણીમાં વાળ ધોવાના છે.
મળતી માહિતી મુજબ ચોખાના પાણીમાં ઈનોસિટોલ જોવા મળે છે જે કાર્બોહાઈડ્રેટ છે. આ તત્વ વાળને રિપેર કરે છે. જો કોઈના વાળ વધારે ખરતા હોય તો તેણે ચોખાના પાણીથી વાળ ધોવા જોઈએ. આ વાળના પીએચ સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. આમ કરવાથી વાળ ખરવાની અને તૂટવાની સમસ્યાથી રાહત મળે છે.
જો કોઈના વાળ ખૂબ જ શુષ્ક અને નિર્જીવ થઈ ગયા હોય તો તેણે ચોખાના પાણીનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી વાળને વિટામિન B અને વિટામિન A મળે છે અને વાળને પોષણ મળે છે. આ સાથે વાળનું ટેક્સચર પણ સુધરે છે. આમાં એમિનો એસિડ અને એન્ટિઓક્સિડેન્ટ પણ હોય છે.
ચોખાનું પાણી માથાની ચામડીને ઠંડક આપે છે અને સોજો ઘટાડે છે. આ સાથે તે ડેન્ડ્રફને ઘટાડવામાં પણ ઘણી મદદ કરે છે. વાળનો ગ્રોથ વધારવા, લાંબા વાળ માટે પણ ઉપયોગી છે.
આ માટે અલગ અલગ રીત છે. સૌ પ્રથમ, તમારે એક કપ ચોખાને પાણીથી ધોવા પડશે અને પછી તેને 30 મિનિટ માટે પલાળી રાખો. ચોખા ફૂલી ગયા પછી, તમારે તેનું પાણી અલગ કરવું પડશે અને પછી તેને તમારા વાળમાં લગાવો. તમારે તમારા વાળને ચોખાના પાણીથી 10 મિનિટ સુધી મસાજ કરવા પડશે અને પછી તમારા વાળ ધોઈ લો. ઘણા લોકો ચોખાના પાણીને ફ્રેગમેન્ટ કરે છે. તેઓ ચોખાને ધોઈ પાણીમા પલાળી રૂમ ટેમ્પરેચરમાં બે દિવસ રાખે અને આ પાણીનો ઉપયોગ કરે છે. તો ઘણા લોકો ભાત બનાવીને જે ચોખાનું પાણી ઓસાવીએ તેનો ઉપયોગ કરે છે.
સંશોધકો સ્વીકારે છે કે આ સારો ઉપાય છે, છતાં તેઓ આના ફાયદા માપવા માટે વધારે સંશોધનની જરૂર હોવાનું કહે છે.
તમે તમારા નિષ્ણાતોને પૂછી આ ઉપાય અજમાવી શકો.