નવી દિલ્હીઃ તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. દિવાળી અને છઠને હવે થોડા જ દિવસો બાકી છે. તહેવાર દરમિયાન વતન જનારા લોકોની વધતી ભીડને કારણે ટ્રેનોનું વેઇટિંગ લિસ્ટ વધી ગયું છે. સાથે જ હવાઈ ભાડામાં પણ ધરખમ વધારો થયો છે. સ્થિતિ એ છે કે 11 ઓક્ટોબરે એટલે કે દિવાળીના એક દિવસ પહેલા દિલ્હીથી પટના હવાઈ ભાડું દુબઈ, બેંગકોક અને કાઠમંડુની ફ્લાઈટ્સ કરતાં મોંઘું છે. ગો ફર્સ્ટ એરલાઇન્સના બંધ થવાને કારણે ઉપરાંત ટિકિટોની ભારે માંગ અને જેટ ઇંધણના ભાવમાં વધારાને કારણે એર ટિકિટના ભાવમાં આગ લાગી છે.
સ્પાઈસજેટ 11 નવેમ્બરે નવી દિલ્હીથી બેંગકોકની ડાયરેક્ટ ફ્લાઈટ ટિકિટ 11,466 રૂપિયામાં ઓફર થઇ રહી છે. તેવી જ રીતે, હાલમાં 11 નવેમ્બરની નવી દિલ્હીથી દુબઈની એર ઈન્ડિયાની ટિકિટ 13,101 રૂપિયામાં ઉપલબ્ધ છે. નેપાળની રાજધાની કાઠમંડુ હવાઈ માર્ગે જવું પણ 11મી નવેમ્બરે પટના જવા કરતાં સસ્તું છે. એર ઈન્ડિયા 7,050 રૂપિયામાં કાઠમંડુની ટિકિટ ઓફર કરી રહી.
દિલ્હી-પટનામાં જ નહીં, અન્ય ઘણા રૂટ પર પણ ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે. જો તમે દિવાળી અને છઠના તહેવાર દરમિયાન મુંબઈથી પટના જવા માંગો છો, તો તમારે 9 થી 17 નવેમ્બરની વચ્ચે મુસાફરી કરવા માટે સૌથી સસ્તી ટિકિટ માટે 12934 થી 18,152 રૂપિયા ખર્ચવા પડશે. મુંબઈથી જયપુરનું ભાડું પણ 9 થી 11 નવેમ્બર વચ્ચે 8739 રૂપિયાથી વધીને 9384 રૂપિયા થઈ ગયું છે. સામાન્ય દિવસોમાં બેંગ્લોરથી પટનાનું ભાડું 9200 રૂપિયાની આસપાસ છે. દિવાળી પર આ રૂટનું વિમાન ભાડું 13,800 રૂપિયા સુધી પહોંચી ગયું છે.
તો આ દિવાળીમાં ઇન્ડિયામાં ફરવા કરતા વિદેશ સહેલગાહે ઉપડી જાવ. તમારી ટ્રીપ સસ્તામાં થશે. વિચારી શું રહ્યા છો? આજે જ કરાવી નાખો પ્લેન ટિકિટનું બુકીગ.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને