સ્પેશિયલ ફિચર્સ

ચામાં હવે જીરું અને હળદર જ ઉમેરવાનું બાકી છે….

સ્ટ્રીટ ફૂડ આમતો દરેકને પ્રિય જ હોય છે પરંતુ ઘણી જગ્યાઓના સ્ટ્રીટ ફૂડ ઘણા પ્રખ્યાત હોય છે. અને આવા ફેમસ સ્ટ્રીટ ફૂડના ઘણા વીડિયો વાઇરલ પણ થાય છે. જેમાં ઘણાના નામ પણ એકદમ અવનવા હોય છે. ભીંડી સમોસાથી માંડીને મેંગો ઓમલેટ સુધી આવી અનેક વાનગીઓ વાઇરલ થઈ છે. તે જ રીતે કંઇક ‘તડકા ચા’ પણ વાઇરલ થઇ છે. આ ચામાં ખાસ વાત એ છે કે તેમાં ખાંડ, ચાની પત્તી, દૂધ, આદુ અને પાણી સિવાય બીજી ઘણી વસ્તુઓ છે. આ સાંભળીને તમને થોડું અજીબ લાગશે અને થશે કે બીજું શું બોઇ શકે આ ચામાં. તો ચાલા જણાવું કે બીજું શું શું હોય છે ચામાં, આ તડકા ચામાં માખણ અને મસાલા પણ ઉમેરવામાં આવે છે. છે ને એકદમ નવાઇની વાત, અરે એટલું જ નહી આ વીડિયોમાં કાકાને એમ કહેતા પણ સાંભળી શકાય છે કે આ ફ્લેવરવાળી ચા 1945થી બની રહી છે.

વાયરલ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- દાલ મખની કે ચાય મખની. આ વિચિત્ર ચા જોઈને લોકો દંગ રહી જાય છે. તો વળી કેટલાક ચા પ્રેમીઓના દિલને ઠેસ પહોંચે છે. કે આવી તો કંઈ ચા હોય. મોટાભાગના લોકો તેમના મનપસંદ ખોરાક સાથે પ્રયોગ કરવાનું પસંદ કરતા નથી. આ જ કારણ છે કે આ ક્લિપ જોયા પછી ઘણા બધા યુઝર્સ ગુસ્સે થઈ ગયા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચા બનાવવા માટે ગરમ વાસણમાં બટર નાખવામાં આવે છે, ત્યારબાદ તેમાં દૂધ અને ગુલાબના પાન નાખવામાં આવે છે. એટલું જ નહીં તેમાં બદામ પણ ઉમેરવામાં આવે છે.

એક યુઝરે કમેન્ટ કરી હતી કે હવે થોડી હળદર, ધાણા અને જીરું પણ ઉમેરો. બીજાએ લખ્યું હતું કે આ જોવા માટે જ હું જીવતો હતો. તો વળી અન્ય યુઝરે લખ્યું હતું કે ગરમ મસાલો ઉમેરો એ બાકી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button