ભૂકંપને કારણે થાઈલેન્ડમાં હજારો ફ્લાઇટ્સને રોકી દેવાઈ, ટૂરિઝમ ક્ષેત્રને મોટો ફટકો?
ટ્રેન, મેટ્રોની સર્વિસ સ્થગિત સહિત ફ્લાઈટ્સ સેવા પર ગંભીર અસર

બેંગકોક: મ્યાનમારમાં આવેલા ભૂકંપનાં આંચકાનો અનુભવ થાઈલેન્ડ સુધી થયો હતો. ભૂકંપે મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભારે તારાજી સર્જી છે. મળતા અહેવાલ અનુસાર આજે મ્યાનમારમાં સ્થાનિક સમય મુજબ બપોરે 12.50 વાગ્યે 7.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેની થોડી વાર બાદ 6.8 ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપને કારણે થાઇલેન્ડમાં કટોકટી લાગુ કરવામાં આવી છે, અને હવાઈ ટ્રાફિકને પણ અસર થઈ છે. થાઈલેન્ડ દક્ષિણ પૂર્વ એશિયાનું મુખ્ય ટ્રાન્સપોર્ટ હબ છે, જ્યાં પર્યટકોની સાથે ઉદ્યોગપતિઓની સંખ્યા રોજની હજારો હોય છે, જ્યારે રોજના 2,000થી વધુ ફ્લાઈટ્સ થાઈલેન્ડના આકાશમાં હોય છે, ત્યારે આજના ભૂકંપને કારણે હજારો ફ્લાઈટ્સને સુરક્ષાના કારણસર રોકી દેવાની નોબત આવી હતી.
બંને દેશોમાં ભારે તારાજી
પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે મ્યાનમારમાં આવેલા 7.7 ની તીવ્રતાના ભૂકંપના આંચકા થાઈલેન્ડ સુધી અનુભવાયા હતા, જેના કારણે ત્યાં બંને દેશોમાં ભારે તારાજી સર્જાઈ છે. ભૂકંપને કારણે થાઇલેન્ડમાં કટોકટી લાગુ કરવામાં આવી છે, અને તેની સીધી અસર હવાઈ સુવિધાને પણ પહોંચી છે. થાઇલેન્ડ દક્ષિણપૂર્વ એશિયામાં એક મુખ્ય હવાઈ પરિવહન કેન્દ્ર છે. પ્રવાસન અને વ્યવસાયના કારણે અહીં દરરોજ લાખો પર્યટક આવે છે. આવી સ્થિતિમાં, ભૂકંપ જેવી આફતોની સીધી અસર હવાઈ ઉડાન અને મુસાફરો પર પડે છે.
ભૂકંપ બાદ અનેક ફ્લાઇટ્સ રદ
ભૂકંપ પછી લાદવામાં આવેલી કટોકટીને કારણે અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેના કારણે સેંકડો મુસાફરોનું આયોજન ખોરવાઇ ગયું હતું. થાઇલેન્ડ પ્રવાસીઓ અને વ્યવસાયિક પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે, તેથી હવાઈ સેવાઓમાં વિક્ષેપની વ્યાપક અસર પડી. દરરોજ હજારો લોકો દેશના વિવિધ ભાગો અને વિદેશથી થાઇલેન્ડ આવે છે. ખાસ કરીને યુરોપથી આવતા મુસાફરોની સંખ્યા ઘણી વધારે છે. આ વર્ષના પ્રથમ ત્રણ મહિનાનાં ગાળામાં, લગભગ 60 ટકા વિદેશી પ્રવાસીઓ યુરોપથી આવ્યા હતા.
આ પણ વાંચો: મ્યાનમાર-થાઈલેન્ડમાં ભૂકંપથી હાહાકાર, પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા; વાંચો લેટેસ્ટ અપડેટ
પ્રવાસન સેક્ટરને મોટો ફટકો
કોવિડ-19નાં ગાળામાં થાઈલેન્ડના હવાઈ ક્ષેત્રને ભારે અસર પહોંચી હતી પરંતુ 2022માં સ્થિતિ સામાન્ય બન્યા બાદ તેમાં સુધાર થયો હતો. તાજેતરમાં ફ્લાઇટ્સમાં થયેલા વધારા અને પ્રવાસીઓની વધતી સંખ્યા વચ્ચે આ ભૂકંપ વધુ એક થાઈલેન્ડ માટે એક મોટો ફટકો સાબિત થશે. થાઇલેન્ડની અર્થવ્યવસ્થાનો મોટો ભાગ ટુરિઝમ પર નિર્ભર છે, અને આવી સ્થિતિમાં ફ્લાઇટ્સ બંધ થવાથી પર્યટન ઉદ્યોગને પણ મોટું નુકસાન થઈ શકે છે.