મહારાષ્ટ્ર

ત્ર્યંબકેશ્ર્વરમાં ગોદાવરી મુક્તપણે શ્ર્વાસ લેશે, કુશાવર્ત જેવા પવિત્ર તળાવનું નિર્માણ થશે; કુંભ મેળા માટે ગિરીશ મહાજનની જાહેરાત

આગામી સિંહસ્થ કુંભ મેળાના આયોજન અંગે ત્ર્યંબકેશ્ર્વર નગર પરિષદ ખાતે સાધુ મહંતો સાથે બેઠક યોજી હતી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
કુંભ મેળા માટે નિયુક્ત પ્રધાન ગિરીશ મહાજને શુક્રવારે ત્ર્યંબકેશ્ર્વર નગર પરિષદ ખાતે સાધુ મહંતો સાથે આગામી સિંહસ્થ કુંભ મેળા 2027ના આયોજન અંગે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગોદાવરી નદી વહેતી જોવા મળે, જ્યાં ગોદાવરી અવરોધિત છે ત્યાં તેને ખુલ્લી મૂકવી. જે વ્યાવસાયિકોને સ્થળાંતરિત કરવામાં આવશે તેમનું પુનર્વસન થવું જોઈએ.

કુંભ મેળા દરમિયાન શહેરથી દૂર શાહી સ્નાનની વ્યવસ્થા કરવી. કુશાવર્ત તીર્થસ્થળે બધા જશે નહીં. કુંભ મેળાનો વિસ્તાર પ્રયાગરાજની જેમ વિસ્તૃત કરો. 60 કિલોમીટર દૂરના ઘાટ પર સ્નાનની વ્યવસ્થા કરવી વગેરે જેવી માગણીઓ સાધુઓએ ગિરીશ મહાજન પાસે કરી હતી.

ગિરીશ મહાજને કહ્યું હતું કે, ગયા કુંભ મેળાની સરખામણીમાં આ વખતે ભીડ વધશે એવી અપેક્ષા છે. આજે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. કુશાવર્ત તીર્થસ્થળ નાનું છે, ત્યાં આટલા બધા સાધુઓ સ્નાન કેવી રીતે કરી શકે? મને આ વાતની ચિંતા હતી, પરંતુ હવે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

આપણ વાંચો: રાજ્યના પ્રધાન મહાજને જેનરિક દવાઓના વેચાણ અંગે સહકારી ઝીરવાલ પર નિશાન તાક્યું

કુશાવર્ત તીર્થના સાધુઓને બહાર સ્નાન કરાવવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગોદાવરી પુનજીર્વિત થવા જઈ રહી છે. તેમણે માહિતી આપી કે મુખ્ય પ્રધાનનો અભિપ્રાય છે કે અમે એવી તૈયારી કરીશું કે ગોદાવરી 12 મહિના સુધી વહેતી જોવા મળે અને જો આ માટે અમારે ડેમ બનાવવો પડશે તો પણ અમે તે બનાવીશું.

ગિરીશ મહાજને વધુમાં કહ્યું હતું કે હું કુંભ મેળા નિમિત્તે એક સભા કરી રહ્યો છું. આ બેઠકમાં બધા અખાડાના વડાઓ હાજર છે. પ્રયાગરાજમાં ભીડ જોતાં આ વખતે નાશિકમાં 3થી 4 ગણી ભીડ હશે એવી અપેક્ષા છે. કોઈ અકસ્માત ન થાય તે માટે અમે સાવચેતી રાખી રહ્યા છીએ. એક મોટો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

લાખો ભક્તો કુશાવર્તમાં સ્નાન કરવા આવે છે, પરંતુ ત્યાં જગ્યા ખૂબ જ ઓછી છે. ભીડને કારણે ત્યાં સ્નાન કરવું શક્ય નથી. સંતોના સ્નાન માટે કુશાવર્ત તીર્થસ્થળ જેવો પવિત્ર કુંડ બનાવવામાં આવશે. દોઢ વર્ષમાં ત્યાં એક નવો કુંડ બનાવવામાં આવશે.

આપણ વાંચો: ગિરીશ મહાજન અને અજિત પવાર વચ્ચે થયો નવો વિવાદ, જાણો શું છે મુદ્દો?

નામકરણનો વિવાદ

દરમિયાન, કુંભ મેળો નાસિકમાં છે કે ત્ર્યંબકેશ્ર્વરમાં? આ મુદ્દે નાશિક અને ત્ર્યંબકેશ્ર્વરમાં સંતો અને સાધુઓ વચ્ચે વિવાદ જોવા મળે છે. ગિરીશ મહાજને પણ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. નાસિક અને ત્ર્યંબકેશ્ર્વર બંને મહત્વપૂર્ણ સ્થળો છે. તેમણે કહ્યું છે કે કુંભ મેળાનું નામ નાસિક અને ત્ર્યંબકેશ્ર્વર બંનેના નામ પરથી રાખવામાં આવશે.

ગિરીશ મહાજનને ‘કુંભમેળા પ્રધાન’ બનાવવાનો સાધુ મહંતોનો વિરોધ
નાશિક: નાશિક અને ત્ર્યંબકેશ્ર્વરમાં આગામી કુંભ મેળાને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર સરકાર અને વહીવટીતંત્ર જોરશોરથી તૈયારીઓ કરી રહ્યું છે. ત્યારે મહત્ત્વનીવાત એ છે કે, ત્ર્યંબકેશ્ર્વરના સાધુઓએ ‘કુંભમેળા પ્રધાન’ના નવા પદનો સીધો વિરોધ કર્યો છે અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સમગ્ર વહીવટ સંભાળવાની માગણી કરી છે. તેથી, હવે બધાનું ધ્યાન દેવેન્દ્ર ફડણવીસની ભૂમિકા પર કેન્દ્રિત છે.

મુખ્ય પ્રધાને સાધુ મહંત અને વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમને તમામ કામ ઝડપી બનાવવા સૂચના આપી હતી. રસપ્રદ વાત એ છે કે, કુંભ મેળાની સફળતા સુનિશ્ર્ચિત કરવા માટે ભાજપના નેતા ગિરીશ મહાજનને ‘કુંભમેળા પ્રધાન’નો ખાસ પોર્ટફોલિયો પણ સોંપવામાં આવ્યો છે. જોકે, સાધુ મહંતોને આ સ્વીકાર્ય નથી. તેમણે એવી માગણી કરી છે કે ઉત્તર પ્રદેશની જેમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને જ સમગ્ર કુંભની તૈયારીઓનું નિરીક્ષણ કરવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button