Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમા આવેલા ભૂકંપની અસર ભારતમાં કરોડો રૂપિયાના વ્યવસાયો પર પડવાની શક્યતા

નવી દિલ્હી : થાઇલેન્ડ અને મ્યાનમારમા આવેલા 7.7 રિક્ટર સ્કેલના પ્રચંડ ભૂકંપથી(Earthquake) ભારે તબાહી મચી છે. જેમાં 26થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ ભૂકંપથી ભારતીય વેપારીઓ અને તેમા પણ ખાસ કરીને ગુજરાતી વેપારીઓની ચિંતા વધી છે. ખાસ કરીને ભારતમાંથી થતી નિકાસને અસર થશે.
ગુજરાતનું અંદાજે વાર્ષિક 2800 કરોડનું ટર્નઓવર
જેમાં ગુજરાતના થાઇલેન્ડ અને મ્યાનમારમા સાથે ગાઢ વેપાર સંબંધો છે. આ અંગે એક મીડિયા હાઉસને પીડીએકસીએલના ભૂતપૂર્વ વડા ભરત છાજેડે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ દેશોમાં રૂપિયા 600 કરોડનો કપડાની નિકાસ કરે છે.
આ આ ઉપરાંત ગુજરાતમાંથી ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ ક્ષેત્રની મોટી નિકાસ પણ થાય છે. દર વર્ષે ગુજરાતમાંથી મ્યાનમારમાં આશરે 2100 કરોડ રૂપિયાની દવાઓ મોકલવામાં આવે છે. જેમા રસાયણોમાં રૂ. 100 કરોડનો વ્યવસાય છે.
આપણ વાંચો: ભૂકંપે મ્યાનમાર-થાઈલેન્ડમાં તારાજી સર્જી, ઐતિહાસિક મંદિરો અને બહુમાળી ઈમારતો ધરાશાયી, જુઓ તસવીરો…
મ્યાનમારના માંડલેય શહેરમાં સૌથી વધુ નુકસાન
મ્યાનમારના ઉદ્યોગ મંત્રી સાથે વાતચીત કરત ભરત છાજેડે જણાવ્યું કે તેમણે મ્યાનમારના ઉદ્યોગ મંત્રી ડૉ. ચાર્લી થાન સાથે સીધી વાત કરી. તેમણે કહ્યું કે મ્યાનમારના માંડલેય શહેરમાં સૌથી વધુ નુકસાન થયું છે. ત્યાં ઘણી ટેલિફોન લાઇનો બંધ છે અને સંપર્ક મુશ્કેલ બની ગયો છે.
આપણ વાંચો: મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભયાનક ભૂકંપનું કારણ શું? વાંચો શું કહે છે વૈજ્ઞાનિકો…
લોજિસ્ટિક્સમાં પણ વિક્ષેપ પડી શકે છે
આ ભૂકંપના લીધે ચાર મુખ્ય ક્ષેત્રો જે પ્રભાવિત થશે જેમાં ફાર્માસ્યુટિકલ્સ, કાપડ, રસાયણો અને ઔદ્યોગિક રસાયણોનો પણ આ દેશો સાથે સારો વેપાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ આપત્તિ મોટી સાબિત થાય છે તો આ દેશોમાંથી આવતા ઓર્ડર ધીમા પડી શકે છે.
તેમજ ચુકવણીમાં વિલંબ થઈ શકે છે અને લોજિસ્ટિક્સમાં પણ વિક્ષેપ પડી શકે છે.જેના પગલે સંગઠને સરકાર પાસે માંગ કરી છે કે, આ દેશો સાથે વેપાર કરતા વેપારીઓ માટે સહાયક યોજનાઓ લાવવામાં આવે જેથી જો નુકસાન થાય તો તેનું સંચાલન કરી શકાય.