નેશનલ

હવે યુપી એટીએસમાં સામેલ થશે મહિલા કમાન્ડો, પહેલાં બેચમાં 30 મહિલાઓને તાલીમ…

દેશની સુરક્ષા અને આંતકવાદી હુમલાથી બચાવવા માટે દેશની પહેલી મહિલા બટાલિયન ઉત્તર પ્રદેશમાં સજ્જ થઈ રહી છે. યુપી એટીએસ એ દેશની પહેલી મહિલા કમાન્ડો યુનિટ હશે. આ સાથે જ યુપી દેશનું પહેલું એવું રાજ્ય બની જશે કે જ્યાં આતંકવાદી હુમલાથી બચવા માટે કમાન્ડો ટીમમાં મહિલાઓની સ્પેશિયલ યુનિટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ મહિલા કમાન્ડો કોઈ પણ મુસીબતને પહોંચી વળવા સક્ષમ હશે.

એટીએસની આ મહિલા કમાન્ડોને એકે-47 જેવા અત્યાધુનિક હથિયારો આપવામાં આવે છે. glock પિસ્ટલથી સજ્જ આ મહિલા કમાન્ડો દુશ્મન પર નજર તો રાખશે જ પણ એની સાથે સાથે જ જરૂર પડશે તો તેમની સાથે બે-બે હાથ પણ કરશે. આ દેશની પહેલી મહિલા કમાન્ડો ટીમ છે જે આંતકવાદી હિલચાલથી લઈને ગુનાખોરી પર નિયંત્રણ લાવવા જેવા કામો કરશે.

કોઈ રૂમમાં હાજર આંતકવાદીઓને પકડવાનો પડકાર હોય કે પછી કોઈ બહુમાળી ઈમારતમાં પ્રવેશીને દુશ્મનને કબજે કરવાની વાત હોય દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ મહિલા કમાન્ડોને એનએસજી અને એસપીજીની જેમ જ તાલિમ આપવામાં આવી રહી છે.

યુપી એટીએલના SPOT traing center એટલે કે Special Police Operation Teamના સેન્ટર પર 30 મહિલા કમાન્ડોની ટીમ તૈયાર કરવામાં આવી રહી છે, એટલે કે પુરુષ કમાન્ડોની સાથે દરેક બેચમાં 6 મહિલા કમાન્ડો તહેનાત કરવામાં આવશે.
આ મહિલા કમાન્ડોને ગ્લોક પિસ્ટલ, MP4 અને AK-47 જેવા ખતરનાક હથિયારો ચલાવવાનું પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને આ મહિલાઓની પસંદગી કડક પરીક્ષા બાદ કરવામાં આવી હતી. યુપી એટીએસ અને યુપી પોલીસ ટ્રેનર્સની સાથે જ બીએસએફ, સીઆરપીએફ, એનએસજીના ટ્રેનર્સ પણ બોલાવવામાં આવી રહ્યા છે. હાલમાં બીએસએફના ડેપ્યુટેશન પર એડિશનલ એસપી સંજય કુમાર શર્માને બોલાવવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button