મનોરંજન

Viral Photo: નાગિને બ્લેક મિની ડ્રેસમાં આપ્યા એવા પોઝ કે…

નાગિન અને ટીવીની સંસ્કારી બહુ તરીકે ઘર-ઘરમાં પહોંચેલી એક્ટ્રેસ સુરભિ જ્યોતિ પોતાના ફેશન અને સ્ટાઈલ સ્ટેટમેન્ટથી ફેન્સના હોંશ ઉડાવતી હોય છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ ખૂબ જ એક્ટિવ રહે છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક્ટ્રેસના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. આ જોઈને ફેન્સના દિલની ધડકનો થંભી ગઈ હતી. આવો જોઈએ શું છે ખાસ આ ફોટોમાં…

આપણ વાંચો: ટોપલેસ ફોટોશૂટ વખતે મમતા કુલકર્ણી હતી ફક્ત આટલા જ વર્ષની…

એક્ટ્રેસે હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો શેર કર્યા હતા. આ ફોટોમાં એક્ટ્રેસ બ્લેક કલરના મિની ડ્રેસમાં જોવા મળી હતી. બ્લેક કલરના મિની ડ્રેસમાં સુરભિ એકદમ કમાલની લાગી રહી છે અને તેણે કેન્ડિડ ફોટોમાં એકથી ચઢિયાતા એક કિલર પોઝ આપ્યા છે.

સુરભિએ પોતાના આ લૂકને બાર્બી હેર કટથી કમ્પલિટ કર્યો હતો અને આ સાથે જ તેણે હાઈ હીલ્સ અને એની સાથે સ્ટોકિંગ્સ પેયર કર્યા હતા. જોકે, સુરભિએ પહેરેલો સ્ટોકિંગ્સ એક તરફથી થોડો ફાટેલો હતો અને યુઝર્સને આ જ વાત ખટકી ગઈ. બસ પછી તો પૂછવું જ શું યુઝર્સે તેને આ સ્ટોકિંગ્સને કારણે વાતો સંભળાવવાનું શરૂ કરી દીધું હતું.

સુરભિએ પોતાના આ લૂકને ખૂબ જ ઈન્ટેન્સ રાખ્યો હતો. ન્યુડ મેકઅપમાં સુરભિ પોતાની સ્ટાઈલને ઈન્હેન્સ કરી હતી. સોશિયલ મીડિયા પર સુરભિના આ ફોટો ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. ફેન્સ તેના ફોટો પર લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. સુરભિને ફેન્સે આવા અંદાજમાં ખૂબ જ ઓછી જોઈ છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સુરભિને ટીવી સિરીયલ કુબૂલ હૈથી નેમ અને ફેમ મળી હતી. આ શોમાં તેણે ઝોયા ફારુખીનો રોલ કર્યો હતો અને તેની સામે કરણ સિંહ ગ્રોવર અપોઝિટ રોલમાં જોવા મળી હતી. આ સિવાય સુરભિએ ગુનાહ, નાગિન, તન્હાઈયા અને કોઈ લૌટ કે આયા હૈ, પ્યાર તુને ક્યા કિયા જેવા શોઝ કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button