નેશનલ

આ કારણે શનિવાર અને રવિવારે ઈન્કમ ટૅક્સ ઑફિસ ખુલ્લી રહેશે

નવી દિલ્હીઃ કરદાતાઓ ચાલુ નાણાકીય વર્ષ માટેની ઈન્કમ ટેક્સ સંબંધિત પ્રક્રિયાઓ પૂરી કરી શકે તે માટે દેશભરમાં ઈન્કમ ટેક્સ ઓફિસ ૨૯, ૩૦ અને ૩૧મી માર્ચે ખુલ્લી રહેશે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ૩૧મી માર્ચે પૂરું થશે. વીકએન્ડ અને ઈદ અલ-ફિત્રનો તહેવાર કદાચ સોમવારે આવે એમ હોવા છતાં દેશભરમાં ઈન્કમ ટેક્સ ઓફિસ ૨૯થી ૩૧ માર્ચ ખુલ્લી રહેશે.

સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવ્યાનુસાર આવકવેરા ખાતાના બાકી રહેલાં કામ પૂરાં કરવા દેશભરમાં આવકવેરા વિભાગનાં કાર્યાલયો ૨૯, ૩૦ અને ૩૧મી માર્ચે ખુલ્લાં રહેશે.

૩૧મી માર્ચ ચાલુ નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાને કારણે નાણાંકીય વર્ષ સંબંધિત તમામ સરકારી પેમેન્ટ અને સેટલમેન્ટ ૩૧મી માર્ચ સુધીમાં પૂરા કરવા પડશે. વર્ષ ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષનું અપડેટેડ આઈટી રિટર્ન ફાઈલ કરવા માટે પણ ૩૧મી માર્ચ અંતિમ તારીખ છે.

આ પણ વાંચો:  ટ્રમ્પની રેસિપ્રોકલ ટેરિફ નીતિને કારણે ટ્રેડ વૉરની ભીતિ સપાટીએઃ વૈશ્વિક સોનું નવી ટોચે…

દેશભરમાં સ્પેશિયલ ક્લિયરિંગ ઑપરેશન હાથ ધરી શકાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

(એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button