Salman Khanએ રમઝાનમાં પહેરી ખાસ વસ્તુ, રામજન્મભૂમિ સાથે છે ખાસ સંબંધ…

બોલીવૂડના દબંગ સ્ટાર સલનમાન ખાન (Salman Khan) હાલમાં તેની આગામી ફિલ્મ સિકંદરને કારણે ખૂબ જ લાઈમસાઈટમાં છે. સલમાનની આ ફિલ્મ ઈદના મોકા પર રિલીઝ થઈ રહી છે. પરંતુ હાલમાં સલમાન કંઈક અલગ જ કારણે ચર્ચામાં આવ્યો છે, જેના વિશે આજે આપણે અહીં વાત કરવાના છીએ.
સલમાને હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાના કેટલાક ફોટો શેર કર્યા હતા અને આ ફોટોમાં બધાની નજર સલમાન ખાનના હાથ પર અટકી ગઈ હતી. આવો જોઈએ આખરે એવું તે શું ખાસ હતું સલમાનના હાથ પર…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં સલમાન ખાનના ફોટોમામાં તેના હાથ પર એક ઓરેન્જ કલરની ઘડિયાલ જોવા મળી રહી છે. આ ઘડિયાળ કોઈ સામાન્ય ઘડિયાળ નથી. આ એક લિમિટેડ એડિશન રામ જન્મભૂમિ વોચ છે. જેમાં અયોધ્યામાં રામ મંદિર, ભગવાન રામ, હનુમાનજી અને પવિત્ર પ્રતિકોની બારીક નક્શીકામ કરવામાં આવ્યું છે.
આપણ વાંચો: Salman khan ના શોમાં કામ કરી ચૂકેલી આ એક્ટ્રેસ પર આવી શાકભાજી વેચવાની નોબત?
સલમાન ખાનના આ વાઈરલ ફોટો જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા છે. સલમાનના આ ફોટો જોઈને ફેન્સ તેના વખાણ કરતાં નથી થાકી રહ્યા. એટલું જ નહીં પણ ફેન્સ સલમાન ખાનના ભારતીય સંસ્કૃતિ સાથેના જોડાણના વખાણ કરી રહ્યા છે. ફોટોમાં સલમાન ખાને બ્લ્યુ શર્ટ પહેરેલો જોવા મળી રહ્યા છે અને તેના હાથમાં જોવા મળી રહેલી ભગવા રંગની ઘડિયાળ પર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
સલમાને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ફોટો શેર કરતાં લખ્યું હતું કે 30મી માર્ચના થિયેટરમાં મળીએ છીએ. આ જોઈને ફેન્સ એકદમ ઉત્સાહમાં આવી ગયા હતા. વાત કરીએ સલમાને પહેરેલી સ્પેશિયલ વોચની તો આ ઘડિયાળ જેકબ એન્ડ કં. બ્રાન્ડની એપિક એક્સ રામ જન્મભૂમિ રોઝ ગોલ્ડ એડિશન છે અને એની કિંમત 30 લાખ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
આપણ વાંચો: આ કારણે થયું Salman Khan અને Aiswarya Rai Bachchanનું બ્રેકઅપ? કોણે કર્યો ચોંકાવનારો ખુલાસો…
ઘડિયાળના ડાયલ પર હિંદુ દેવી દેવતાઓની આકૃતિઓ કોતરવામાં આવી છે અને ઘડિયાળને લક્ઝુરિયસ લૂક આપવાની સાથે સાથે જ તેને કલ્ચરલ ઈમ્પોર્ટન્સ પણ પ્રદાન કરી રહી છે.
ફેન્સ સોશિયલ મીડિયા પર સલમાન ખાનના આ લૂકના દિવાના થઈ ગયા છે. ફેન્સ સલમાનના આ પગલાંને સાહસી ગણાવી રહ્યા છે. એક ફેને સલમાનની પોસ્ટ પર કેમ્ટ કરતાં લખ્યું હતું કે જ્યારે સલમાને ફિલ્મ બજરંગી ભાઈજાનમાં હનુમાનના ભક્તનો રોલ કરીને દર્શકોનું દિલ જિત્યુ હતું.
આ ઘડિયાળ પહેરવી એના માટે કોઈ નવી વાત નથી. બીજા એક યુઝરે લખ્યું હતું કે કેટલાક લોકો માટે આ વિવાદનો વિષય હોઈ શકે છે પણ મને આ જોઈને ખુશી થઈ. સલમાનનો આ અંદાજ તેના વારસા અને સ્ટાઈલને દર્શાવે છે.
તમે પણ સલમાન ખાનનો આ અંદાજ ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો. તમારું દિલ પણ બાગ બાગ ના થઈ જાય તો જ નવાઈ…