આ કારણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની તમામ પોસ્ટ કરી અનિલ કપૂરે?
અનિલ કપૂરની ગણતરી બી-ટાઉનના એવરયંગ હીરોમાં કરવામાં આવે છે અને તેમની એનર્જી આજે પણ નવજુવાનિયાઓને પણ શરમાવે એવી છે. ક્યારેય કોઈ વિવાદ કે કોન્ટ્રોવર્સીમાં નહીં પડતાં અનિલ કપૂર આ વખતે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને એની પોસ્ટને કારણે ચર્ચામાં આવ્યા છે.
જી હા, અનિલ કપૂરે પોતાની ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની બધી પોસ્ટ ડિલીટ કરી નાખી છે. તમારી જાણ માટે ઈન્સ્ટાગ્રામ પર અનિલ કપૂરના એકાઉન્ટ પર 5.8 મિલિયન ફોલોઅર્સ છે અને તેમ છતાં તેમણે તેમની બધી પોસ્ટ ડિલીટ કરી નાખી છે. એટલું જ નહીં તેમણે પોતાનું પ્રોફાઈલ પિક્ચર પણ રિમૂવ કરી દીધું છે.
અનિલ કપૂરે આવું કેમ કર્યું એનું સાચું કારણ તો નથી જાણી શકાયું, પણ સોશિયલ મીડિયા પર લોકો તેમના આ પગલાંને ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ની સિક્વલ મિસ્ટર ઈન્ડિયા-2 સાથે જોડીને જોઈ રહ્યા છે. લોકો એવી ચર્ચા પણ કરી રહ્યા છે કે ટૂંક સમયમાં જ મિસ્ટર ઈન્ડિયા-2 ફિલ્મની જાહેરાત કરવામાં આવશે.
પરંતુ બોની કપૂરે પણ આ બાબતે પ્રતિક્રયા આપી છે. અનિલ કપૂરની લાડલી સોનમ કપૂર અને જમાઈ આનંદ પણ એમના આ પગલાંથી ચોંકી ગયા છે.
મળી રહેલી માહિતી પ્રમાણે આ રીતે સોશિયલ મીડિયા પરથી ગાયબ થવું એ મિસ્ટર ઈન્ડિયાની સિક્વલની હિન્ટ છે. 1987માં આવેલી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાની જેમ જ અનિલ કપૂર પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ગાયબ થઈ ગયા છે.
અનિલ કપૂરના આ પગલાંને કારણે મિસ્ટર ઈન્ડિયા-2 આવી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે તો શું ખરેખર આવી ફિલ્મ બની રહી છે કે એવો સવાલ બોની કપૂરને પૂછવામાં આવતા બોની કપૂરે કહ્યું હતું કે મને જોવા દો. મેં હજી સુધી જોયું જ નથી. પરંતુ હા એણે કંઈક નવું થવા જઈ રહ્યું છે એવું કહ્યું હતું. મિસ્ટર ઈન્ડિયાની સિક્વલ વિશે વાત કરીએ તો મને નથી લાગતું કે હું આ ફિલ્મની સિક્વલની જાહેરાત કરવા જઈ રહ્યો છું.
અનિલ કપૂરના આ પગલાંને કારણે ફેન્સ તો નારાજ છે જ, પણ એની સાથે સાથે એમની દીકરી સોનમ કપૂર અને જમાઈ આનંદ આહુજા પણ ચોંકી ઉઠ્યા હતા. સોનમે અનિલ કપૂરના એકાઉન્ટનું સ્ક્રીન શોટ પોતાની સ્ટોરી પર શેર કરીને ડેડી? એવો સવાલ પૂછ્યો છે. જ્યારે જમાઈ આનંદે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કંઈક નવું ચોક્કસ થશે.
અત્રે ઉલ્લેખનીય છે રકે 1987માં મિસ્ટર ઈન્ડિયા રિલીઝ કરવામાં આવી હતી અને આ ફિલ્મમાં અનિલ કપૂરે એક આમ આદમીની ભૂમિકા ભજવી હજી જે અનાથાશ્રમનો મેનેજર છે અને એક દિવસ અચાનક એને એક ઘડિયાળ મળે છે જેને કારણે તે ગાયબ થઈ શકે છે.