મનોરંજન

વિશ્વ રંગભૂમિ દિવસઃ બોલીવુડના પાંચ જાણીતા કલાકારોના ફર્સ્ટ ડ્રામાના અનુભવો જાણો

થિયેટરે બોલીવુડના ઘણા કલાકારો માટે પાયો નાખ્યો છે, તેમને તેમની અભિનય કળાને વધુ ધારદાર બનાવવામાં અને મોટા પડદા પર તેમની ઓળખ ઉભી કરવામાં મદદ કરી છે. દર વર્ષે 27મી માર્ચે ઉજવવામાં આવતા વર્લ્ડ થિયેટર ડેના અવસર પર કેટલાક જાણીતા બોલીવુડ સ્ટાર્સે તેમના પ્રથમ થિયેટર પરફોર્મન્સ અંગે વાત કરી હતી.

આ પણ વાંચો: રંગભૂમિ ત્યારે ને અત્યારે…

રિચા ચઢ્ઢા

રિચા ચઢ્ઢા તે ધોરણ અગિયારમાં હતી ત્યારે રિચાએ કરેલા પ્રથમ કમર્શિયલ નાટક ‘ઔર કિતને ટુકડે’ને યાદ કરે છે. આ નાટક કીર્તિ જૈન દ્વારા દિગ્દર્શિત કરવામાં આવ્યું હતું અને તેમાં એનએસડીના ઘણા અનુભવી કલાકારો હતા. મને તેમાં વધારાની ભૂમિકા આપવામાં આવી હતી, જેણે મને નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા ના અદ્ભુત કલાકારોને નજીકથી જોવાની અને શીખવાની તક આપી હતી, એમ તેણે જણાવ્યું હતું.

પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠીનું પહેલું નાટક ભીષ્મ સાહનીની વાર્તા પર આધારિત અને વિજય કુમાર (એનએસડી ભૂતપૂર્વ વિદ્યાર્થી) દ્વારા દિગ્દર્શિત ‘લીલા નંદલાલ કી’ હતું. પ્રથમ વખત પટનામાં પ્રેક્ષકોની સામે પર્ફોમન્સ આપતાં, તેણે કોઈ ઔપચારિક તાલીમ લીધી ન હોવા છતાં તેને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આ ડ્રામાની સ્ટોરી એક ખોવાયેલા સ્કૂટરની આસપાસ ફરે છે, જ્યાં હીરો પોલીસ સ્ટેશન જાય છે અને ફરિયાદ નોંધાવે છે. મેં તેમાં એક પોલીસવાળો અને ચોર બંનેની ભૂમિકા ભજવી હતી ,” પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું.

શ્વેતા ત્રિપાઠી

શ્વેતા ત્રિપાઠી, જે હવે પોતાની થિયેટર કંપની ચલાવે છે, જ્યારે તેણે અભિનેતા યશપાલ શર્માને એક નાટકમાં અભિનય કરતા જોયો ત્યારે તે થિયેટર તરફ આકર્ષિત થઈ હતી. એ નાટકમાં ટ્રેનની ઉપર એક સીન હતું, જે જોઈને મને થિયેટર સાથે પ્રેમ થઈ ગયો. ઉપરાંત, એક બીજું નાટક ‘ગ્રેફિટી’ હતું, જે શ્યામક દાવર દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યું હતું અને રોશન અબ્બાસ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવ્યું હતું, જે મને હજુ પણ યાદ છે,” શ્વેતાએ જણાવ્યું હતું. થિયેટરે તેને જીવનભરની ભેટ પણ આપી છે તેના પતિ, રેપર ચૈતન્ય શર્મા સાથે તેની પ્રથમ મુલાકાત થિયેટર પર જ થઇ હતી.

અભિષેક બેનર્જી

અભિષેક બેનર્જીએ તેના સ્કૂલના દિવસો દરમિયાન થિયેટરની શરૂઆત કરી હતી, પરંતુ તેમને ખરું શિક્ષણ દિલ્હીની કરોડીમલ કોલેજ (KMC) ખાતે પ્લેયર્સ સોસાયટીમાં મળ્યું હતું – તેમણે કબીર ખાન, સિદ્ધાર્થ અને દિવ્યેન્દુ જેવા કલાકારો આપ્યા છે. “મારા ઓછા માર્કસને કારણે હું મારા ભવિષ્ય વિશે મૂંઝવણમાં હતો. એકવાર જ્યારે હું એક પ્રોગ્રામ હોસ્ટ કરી રહ્યો હતો, ત્યારે એક શિક્ષકે ગુસ્સામાં કહ્યું હતું કે ‘તું આ જ કરી શકે છે.’ ઘણા લોકોને આ અપમાન લાગ્યું હોત, પરંતુ મેં તેને ભવિષ્યના સંકેત તરીકે લીધું. મેં અભિનયનું ઓડિશન આપ્યું અને કરોડીમલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો – એ જ કોલેજ જ્યાં અમિતાભ બચ્ચન ભણ્યા હતા,” અભિષેકે જણાવ્યું હતું.

અક્ષય ઓબેરોય

અક્ષય ઓબેરોયની થિયેટર સફર જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીથી શરૂ થઈ હતી. બાદમાં તેણે સ્ટેલા એડલર સ્ટુડિયો (ન્યૂ યોર્ક) અને પ્લેહાઉસ વેસ્ટ (લોસ એન્જલસ) ખાતે તાલીમ લીધી. “થિયેટરએ મને શીખવ્યું કે સારા અભિનયનો ખરેખર અર્થ શું છે, પછી ભલે તે ગમે તે પ્રકારનો હોય. આજે હું જે કંઈ પણ છું તે થિયેટરને કારણે છું. આ તક માટે હું હંમેશા આભારી રહીશ,” અક્ષયે શેર કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button