નેશનલ

નીતીશ કુમારે આવું કેમ કહ્યું, જો મિડીયામાં આવું જ છપાતું રહ્યું તો હું બોલવાનું બંધ કરી દઇશ…

સીએમ નીતીશ કુમાર હાલમાં જ સેન્ટ્રલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાગ લેવા મોતિહારી પહોંચ્યા હતા. નીતિશ કુમારે મોતિહારીમાં પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે તેમની અને ભાજપની મિત્રતા ક્યારેય ખતમ નહીં થાય. જે કાર્યક્રમમાં સીએમ નીતીશ હાજરી આપવા આવ્યા હતા, ત્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર પણ હાજર હતા.

આ ઉપરાંત ભાજપના અનેક નેતાઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જો કે તેમનું આ નિવેદન મિડીયામાં એવી રીતે છપાયું કે નીતીશ કુમાર આજે પણ ભાજપના ગુણગાન ગાય છે અને ભાજપના કાર્યોને વખાણે છે. તેમજ ભાજપ સાથે તેમને સારા સંબંધો છે.

ત્યારે નીતીશ કુમારે તેનો જવાબ આપતા કહ્યું હતું કે મીડિયાએ જે લખ્યું અને બતાવ્યું તેનાથી બહુ દુઃખ થયું. જો આવા નિવેદનો પ્રકાશિત થશે, તો હું બોલવાનું બંધ કરીશ. મારે કોઈની સાથે સંબંધ નથી.

નીતીશ કુમારના આ નિવેદન બાદ ભાજપ પણ નીતિશ પ્રત્યે નરમ દેખાઈ હતી. બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ નીતિશ કુમારના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે નીતિશ કુમાર સાથે ભાજપની કોઈ અંગત લડાઈ નથી. જો કે સમ્રાટ ચૌધરીએ કહ્યું કે જ્યાં સુધી નીતીશ કુમાર તુષ્ટિકરણની રાજનીતિ કરશે ત્યાં સુધી ભાજપ ચોક્કસપણે તેમનો વિરોધ કરશે.


છેલ્લા ઘણા દિવસોથી સીએમ નીતિશ કુમાર વિશે NDAમાં વાપસીની અટકળો ચાલી રહી છે. સીએમ નીતીશ કુમારે ઘણી વખત એવું કર્યું છે કે જે જોઈને આ અટકળો સાચી હોય તેવું લાગે, જેમકે કેટલીકવાર તેઓ તેમના કટ્ટર વિરોધી એવા ભાજપના નેતાઓ સાથે ભોજન પણ કરે છે. ક્યારેક તે પીએમ મોદીને ખૂબ જ આત્મીયતાથી મળે છે. તે હાલમાં મહાગઠબંધન સાથે પણ જોડાયેલા છે,

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button