HAPPY BIRTHDAY: આ હીરો નહીં, વિલન છે રાજઘરાનાના જમાઈ

અનુપમ ખેર, ઓમ પુરી, પંકજ ત્રિપાઠી, પંકજ કપૂર જેવા ઘણા કલાકારો છે જેમણે લગભગ ક્યરેય હીરો તરીકેની ભૂમિકા નહીં નિભાવી હોય પણ ફિલ્મ જોઈને બહાર નીકળો એટલે તેમને તેમના ચહેરા મુખ્ય કલાકાર જેટલા જ યાદ રહી જાય. આવા જ એક કલાકાર કુલભુષણખરબંદાનો આજે જન્મદિવસ છે
કુલભૂષણ આજે 79 વર્ષના થયા. તેણે તેની અભિનય કારકિર્દીમાં એક કરતા વધુ પાત્રો ભજવ્યા છે. સહાયક ભૂમિકાઓથી લઈને ખલનાયકની ભૂમિકાઓ સુધી તેમણે ઘણી ફિલ્મોમાં સારુ કામ કર્યું છે.
તેમની ગણના બોલિવૂડના જાણીતા કલાકારોમાં થાય છે. અર્થ ફિલ્મમાં તમે તેમને પરિણિત હોવા છતાં અન્ય સ્ત્રીના પ્રેમમાં પડેલા પુરુષ તરીકે જોશો, તો શાનમાં તે શાકાલ નામના વિલન તરીકે તમને ડારાવી શકે તો મિઝાપુર વેબસિરિઝમાં તે વ્હીલચેર પર હોવા છતાં પુત્રવધુને સેક્સ કરવા ફરજ પાડે તેવા સસરા તરીકે ઘૃણા પણ ઉપજાવી શકે. ફિલ્મ શાનમાં વિલનના રોલ માટે તેમણે વીગ ન પહેરતા મૂંડન કરાવવાનું નક્કી કર્યું હતું.
કુલભૂષણ ખરબંદાએ ‘લગાન’, ‘હૈદર’, ‘ખટ્ટા મીઠા’, ‘અગ્નિપથ’, ‘બોર્ડર’, ‘હેરા ફેરી’, ‘પુકાર’, ‘તુ કહે અગર’, ‘શપથ’, ‘એ સુટેબલબોય’ જેવી ઘણી ફિલ્મો કરી છે. કુલભૂષણનું નામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ધનિક કલાકારોમાં સામેલ છે. તમને કુલભૂષણની પત્ની વિશે જણાવીએ તો કુલભૂષણ ખરબંદાની પત્નીનું નામ મહેશ્વરી દેવી છે અને તે મહારાજના પરિવારની છે. મહેશ્વરી રાજસ્થાનના પ્રતાપગઢના મહારાજા રામ સિંહની પુત્રી છે.
કુલભૂષણ સાથે તેના બીજા લગ્ન છે, તેના પ્રથમ લગ્ન કોટાના મહારાજા સાથે થયા હતા. તે એક સમયે રાજસ્થાનના કોટાની રાણી હતી. કુલભૂષણ અને મહેશ્વરીને શ્રુતિ ખરબંદા નામની પુત્રી છે અને તે જીવનની ચમક-દમકથી દૂર રહેવાનું પસંદ કરે છે.
કુલભૂષણ ખરબંદાને શરૂઆતથી જ એક્ટિંગનો ઘણો શોખ હતો. તે પંજાબના વતની છે અને તેણે દિલ્હીની કરોરીમલ કોલેજમાં અભ્યાસ કર્યો છે. કોલેજમાં પણ તેઓ ઘણા નાટકોમાં ભાગ લેતા હતા. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી, કુલભૂષણે પોતાનું થિયેટર ગ્રૂપ બનાવ્યું, જેમાં તેમના મિત્રો પણ સામેલ હતા. એ ગ્રુપનું નામ હતું અભિયાન અને ઘણા વર્ષો સુધી તેઓએ માત્ર થિયેટરમાં જ પોતાની પ્રતિભા બતાવી.