નેશનલ

રાણા સાંગા પરના વિવાદમાં અખિલેશે ઝાટકી યોગી સરકારનેઃ વીડિયો શેર કરી કહ્યું કે…

આગરાઃ આગરામાં કરણી સેનાના કાર્યકર્તાઓએ સપા સાંસદ રામજીલાલ સુમનના ઘર પર હુલમો કર્યાની ઘટના બની હતી. જે મામલે અત્યારે અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે અને મુખ્યમંત્રીની કાર્યવાહી સામે સવાલ કર્યો છે. સપા સાંસદ રામજીલાલ સુમનના ઘર પર હુલમો કરવા વાળા કરણી સેનાના કાર્યકર્તાઓનો એક વીડિયો અખિલેશ યાદવે શેર કર્યો છે. જેમાં લખ્યું કે, આગરામાં તોડફોડની ઘટનામાં સરકાર અને વહીવટીતંત્રની સાંઠગાંઠના આરોપીઓએ જાતે જ ગાંઠ ખોલી છે.

અખિલેશ યાદવે રાજ્ય સરકાર પર કર્યો સીધો વાક્ પ્રહાર

નોંધનીય છે કે, રાણા સાંગા વિવાદને લઈને કરણી સેનાએ ગઈકાલે સપા સાંસદ રામજીલાલ સુમનના ઘર પર હુમલો કર્યો હતો. અખિલેશ યાદવે આ વીડિયો શેર કરીને ઉત્તર પ્રદેસના મુખ્યમંત્રીને પણ સવાલ કરતા લખ્યું કે, તમારે વધુ શું પુરાવા જોઈએ? હવે આ રિપોર્ટ પણ બદલાશે? વધુમાં લખ્યું કે, ઉત્તર પ્રદેશમાં કોઈ અન્ય સરકાર ચલાવી રહ્યું છે. આ વીડિયોમાં કરણી સેનાના સભ્યો કહી રહ્યા છે કે, ‘પ્રશાસનનો આભાર, અમે વિરોધ કર્યો. ન તો અમે પ્રશાસનને કંઈ કહ્યું કે ન તો પ્રશાસને અમને કંઈ કહ્યું’.

આ પણ વાંચો: બિહારના મુઝફ્ફરપુરમાં બની અજીબોગરીબ ઘટના, પુરૂષના પેટમાં એક મહિનાનું બાળક! રિપોર્ટ જોતા ડૉક્ટરો…

સાંસદ રામજીલાલના પુત્રએ આ મામલે ફરિયાદ નોંધાવી

કાર્યવાહીની વાત કરવામાં આવે તો સાંસદ રામજીલાલ સુમનના પુત્રએ આ મામલે હરી પર્વત પોલીસ સ્ટેશનમાં ઘર પર હુમલો કરવો, તોડફોડ અને લૂંટની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે વાત કરવામાં આવે તો બેકાબુ ટોળાએ હત્યાના ઈરાદે હુમલો કર્યો હતો. એટલું જ નહીં પરંતુ આ લોકો જાતિ આધારિત અપશબ્દો પણ બોલ્યાં હતા. ફરિયાદ પ્રમાણે આરોપીઓએ કારના કાચ તોડીને પર્સ, રોકડ અને સામાનની લૂંટ કરી હતી. આ દરમિયાન રામજીલાલ સુમનના ઘણા સમર્થકો ઘાયલ થયા હતાં. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: VIDEO: દુશ્મનો ધ્રૂજશે… DRDO-નેવીએ કર્યું VLSRSAM મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ…

સપા સાંસદ રામજીલાલે રાણા રાંગાને ગદ્દાર કહ્યાં હતાં

ઘટનાની વાત કરવામાં આવે તો, થોડા દિવસ પહેલા રાજ્યસભાના સપા સાંસદે રાણા સાંગાને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. મહત્વની વાત એ છે કે, અત્યારે ઔરંગઝેબને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સપા સાંસદ રામજીલાલે રાણા રાંગાને ગદ્દાર કહ્યાં હતાં. સપા સાંસદે કહ્યું કે, રાણા સાંગાએ જ બાબરને ભારતમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. આ નિવેદનને લઈને તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કરણી સેનાના કાર્યકર્તાઓ સપા સાંસદના ઘર પર બુલડોઝર લઈને હુમલો કર્યો હતો. એટલું જ નહીં પરંતુ હુમલાખોરોએ તેના ઘર પર પથ્થરમારો પણ કર્યો હતો. આ દરમિયાન પોલીસે આ લોકોને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે લોકો કાબુમાં આવ્યાં નહોતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button