મુંબઈ એરપોર્ટના ટોયલેટમાંથી મળ્યું મૃત નવજાતઃ પોલીસ દોડી

મુંબઈઃ થોડા દિવસ પહેલા પુણે જિલ્લાના દૌંડ ગામની કચરાપેટીમાંથી એકસાથે 6 ભૃણ મળ્યાની ઘટના ઘટી હતી ત્યારે હવે મુંબઈમાં પણ એક જ દિવસનું નવજાત પણ કચરાપેટીમાંથી મળી આવ્યાની ખળભળજનક ઘટના પ્રકાશમાં આવી છે.
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પરના ટર્મિનલ ટુમાં રાત્રે જ્યારે સફાઈ કામદાર મહિલા સાફસફાઈ કરવા ગઈ ત્યારે અહીં ટોયલેટમાં મૂકેલી કચરાપેટીમાં એક થેલીમાં લપેટેલો નવજાતનો મૃતદેહ જોતા તે ડરી ગઈ હતી અને તેમણે સંબંધિત સ્ટાફને જાણ કરતા પોલીસ દોડી આપી હોવાની માહિતી એક અહેવાલ દ્વારા મળી છે.
આખા દિવસમાં ઘણા મુસાફરો આ ટોયલેટમાં આવતા હોય કોણ આ રીતે નવજાતનો મૃતદેહ છોડી ગયું તે જાણવા પોલીસ સીસીટીવી કેમેરા તપાસી રહી છે.
આ પણ વાંચો: Thank you BMC: મુંબઈગરાઓએ હવે નહીં સહન કરવો પડે ક્લિન-અપ માર્શલ્સનો ત્રાસ…
અગાઉ પણ આવી ઘટનાઓ બની છે અને ઘણીવાર ડોક્ટરોના જ સ્ત્રીભૃણ હત્યાના રેકેટ ચાલતા હોય તેવી વાત બહાર આવે છે.