આપણું ગુજરાત

જેતપુરમાં મિત્રએ જ મિત્રને હનીટ્રેપમાં ફસાવી 50 હજાર પડાવ્યાં, જાણો શું છે મામલો

જેતપુરઃ રાજ્યમાં છેલ્લા થોડા સમયથી હનીટ્રેપની ઘટનામાં વધારો થયો છે. જેતપુરમાં હનીટ્રેપનો કિસ્સો સામે આવતાં નગરમાં ચકચાર મચી ગઈ હતી. બનાવ સંદર્ભે હોટલ માલિક સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ખુદ મિત્રએ જ સીસીટીવી ફૂટેજ જોવાના બહાને હોટલ માલિકે રૂપિયા પડાવવા સમગ્ર ષડયંત્ર રચ્યું હતું. પોલીસે તપાસ શરૂ કરી હતી.

શું છે મામલો

જેતપુરમાં રહેતા અને સાડી પ્રિન્ટીંગનું કારખાનું ચલાવતા વેપારીએ ભાવિનભાઈ આંબલીયા, તીર્થ હોટલના માલિક ઉદયભાઈ પંડ્યા માર્કેટીંગ યાર્ડ જેતપુર અંકુર ટ્રેડીંગના માલિક કિશનભાઈ રાદડીયા, રેશમાબેન ધવલભાઈ વેકરીયા અને ધવલભાઈ વેકરીયા સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ જેતપુર રહેતા ભાવિનભાઈ આંબલીયાનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, મારી પાસે તારી એક મેટર આવેલી છે. ભાવિનભાઈ અંકિતના મિત્ર હોય જેથી મેટર શું છે? તેવું પૂછ્યું હતું. ભાવિને કહ્યું કે તું જેતપુરની હોટેલમાં એક છોકરીને લઈ ગયો હતો. જે છોકરી તારા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરવા માંગે છે. જેથી તેમણે ભાવિનને કહ્યું કે, હું કોઈ છોકરી સાથે નહી પરંતુ એકલો પણ ક્યારેય હોટેલમાં ગયો નથી. તમે તે છોકરીને કહી દો કે મારા વિરુદ્ધ ફરિયાદ કરી દે નહીંતર હું ફરિયાદ કરી દઈશ. જેથી ભાવિનભાઈએ કહ્યું કે ફરિયાદ નથી કરવાની મેં અત્યારે બધુ રોકાવી દીધું છે. હું હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કરાવું છું, તેનાથી સાચી હકિકત ખબર પડશે.

થોડીવાર પછી ભાવિનભાઈનો ફોન આવ્યો હતો અને તેમણે તું હોટલના સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે તેમ કહ્યું હતું. ત્યાર બાદ ઉદયભાઈ પંડયાનો ફોન આવ્યો અને તેમણે પોતાની ઓળખ હોટેલના માલિક તરીકે આપી હતી. તેમણે ભાવિનભાઈ આંબલીયા તારા સીસીટીવી ફુટેજ લઈ ગયા છે, તું તારી રીતે તારૂં જે કાઈ હોય તે તેમની સાથે સમજી લેજે તેમ વાત કરી ફોન કાપી નાંખ્યો હતો. ભાવિનભાઈએ મેટર પતાવી દેવાની વાત કરી 50,000 માંગ્યા હતા. તેમણે આટલા રૂપિયા આપ્યા બાદ સીસીટીવી ફૂટેજ બતાવવાનું કહેતા ગલ્લા તલ્લા કર્યા હતા. જેથી આ ટોળકીએ તેમને ફસાવી 50,000 રૂપિયા પડાવી લીધા હોવાનો અહેસાસ થયો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: કચ્છના પશ્ચિમી સાગરકાંઠે તરતા માચડાંઓ પર સી-વીડનું વાવેતર…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button