સ્પેશિયલ ફિચર્સ

એન્જિનિયરિંગ અને ટેકનોલોજીને ઝાંખા પાડી દે તેવો દેહાતી ખેડૂતોનો આ નુસ્ખો જૂઓ વીડિયોમાં

Viral Video: ભારતીયો કોઈ પણ ક્ષેત્રમાં જુગાડ કરી શકે છે. અહીંયા ટેલેન્ટની કોઈ જ કમી નથી. જ્યારે કોઈ કામ માટે પૈસા કે વસ્તુઓ અભાવ હોય ત્યારે માણસના મનમાં પહેલો વિચાર આવે છે જુગાડ! અને આ બાબતે ભારતીયો પાછા પડે તેમ નથી. અત્યારે પણ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ખેડૂતોએ અદ્દભૂત જુગાડ સાથે ખેતીની કામગીરી કરી રહ્યાં છે. આ વીડિયોને જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયાં છે.

https://twitter.com/i/status/1904750466904244450

ગરમીથી બચીને ઘઉંની લણણી કરવા માટે જુગાડ અપનાવ્યો

વાયરલ વીડિયોની વાત કરવામાં આવે તો, ઘઉંની લણણી કરવાનો સમય આવી ગયો છે. સાથે સાથે ગરમી પણ એટલી જ પડી રહી છે. આ લોકોએ ગરમીથી બચીને ઘઉંની લણણી કરવા માટે એક જુગાડ અપનાવ્યો છે. કેટલાક ખેડૂતો ગરમીથી બચવા માટે અદ્ભુત યુક્તિઓ અપનાવી રહ્યા છે. આનાથી તેઓ તેમના પાકની લણણી કરી શકશે અને કાળઝાળ ગરમીથી પણ સુરક્ષિત રહેશે. જુગાડનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ભારતના દેશી જુગાડ આગળ તો ટેકનોલોજીને ઝાંખા પાડે

આ ખેડૂતો ઘઉંની લણણી કરવા માટે તંબુ લઈને કામ કરી રહ્યાં છે. જ્યારે કામ ચાલુ હોય ત્યા તે તંબુને રાખી લેવામાં આવે અને પછી કામ કરતા કરતા આગળ વધી રહ્યાં છે. તંબુની છાયામાં તે આરામથી ઘઉંની કાપણી કરી શકી છે. આ જુગાડની સૌથી રસપ્રદ વાત એ છે કે તેમનું કામ સરળતાથી થઈ જશે અને તેમને ગરમીનો સામનો કરવો નહીં પડે. સોશિયલ મીડિયામાં લોકો આ વીડિયો પર જોરદાર ટિપ્પણીઓ પણ કરી રહ્યાં છે. મોટા ભાગે તો ખેડૂતો ગરમી કે ઠંડી જોવા વિના જ ખેતરમાં કામ કરતાં હોય છે.

સોશિયલ મીડિયામાં લોકોએ કહ્યું – જુગાડ હોય તો આવો!

મહત્વની વાત એ છે કે, આવા વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ પણ થઈ જતાં હોય છે. ખેતરમાં કામ કરવા માટે ખેડૂતોને કોઈ ખાસ સુવિધાઓ મળતી નથી. જેથી આ વીડિયોને જોતા એવું લાગે છે કે, ખેતરમાં ગરમી દરમિયાન કામ કરતા ખેડૂતોએ આવો જુગાડ અપનાવવો જોઈએ. લોકો ટિપ્પણીઓ કરી રહ્યાં છે કે, કામને સરળ બનાવવા માટે આ ખૂબ જ સારી રીત છે. આ વીડિયોને લાખો લોકોએ જોયો અને હજારો લોકો તેના પર કોમેન્ટ પણ કરી ચૂક્યાં છે.

આ પણ વાંચો: તમારા આધારકાર્ડનો ખોટો ઉપયોગ તો નથી થઈ રહ્યો ને? આ રીતે તપાસો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button