IPLમાં દર વર્ષે અબજો રૂપિયાનો કારોબાર થાય છે, સરકારને આ રીતે થાય છે આવક…

મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 18મી સિઝનની શરૂઆત થઇ ચુકી છે. આ ટુર્નામેન્ટમાં 10 ટીમો ભાગ લઇ રહી છે. વર્ષ 2008માં શરૂઆત થયા બાદ વર્ષેને વર્ષે IPLનું સ્તર વધુને વધુ મોટું થઇ રહ્યું છે, હાલ IPL દુનિયાની સૌથી મોંઘી અને લોકપ્રિય ક્રિકેટ લીગ બની ગઈ છે.
IPLની દરેક સિઝનમાં અબજો રૂપિયાની લેવડદેવડ થાય છે, આમ IPL પોતે એક મોટી ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. દરેક સિઝનમાં ખેલાડીઓ, ટીમ માલિકો, બ્રોડકાસ્ટીંગ કંપનીઓ, BCCI, રાજ્યના ક્રિકેટ એસોસિએશન, અન્ય ઘણી એજન્સીઓ અને ભારત સરકાર મોટી કમાણી કરે છે. ભારત સરકારને IPLથી ડાયરેક્ટ ટેક્સ નથી મળતો, પરંતુ ઇનડાયરેક્ટ રીતે સરકારને તગડી આવક થાય છે.
આ પણ વાંચો: નીતા અંબાણીનો આ વીડિયો વાઈરલ વીડિયો જોયો કે? જોશો તો…
બ્રોડકાસ્ટ રાઈટ્સથી કેટલી આવક થાય છે?
BCCIને IPL મીડિયા અને બ્રોડકાસ્ટીંગ રાઈટ્સથી સૌથી વધુ કમાણી થાય છે. સ્ટાર સ્પોર્ટ્સ અને જિયો સિનેમાએ સંયુક્ત રીતે 2023 થી 2027 સુધી IPLના બ્રોડકાસ્ટીંગ રાઈટ્સ ખરીદ્યા છે. આ માટે કંપનીઓએ 48,390 કરોડ રૂપિયામાં સોદો કર્યો છે. આમ, બ્રોડકાસ્ટીંગ રાઈટ્સથી BCCIને દર વર્ષે 12,097 કરોડ રૂપિયાની કમાણી થાય છે. આ રકમ BCCI અને ફ્રેન્ચાઇઝી વચ્ચે 50-50 ના હિસ્સામાં વહેંચવામાં આવે છે.
BCCI ટેક્સ કેમ નથી ચૂકવતું?
દર વર્ષે કરોડો રૂપિયા કમાવવા છતાં, BCCI સરકારને એક રૂપિયો પણ ટેક્સ તરીકે ચૂકવતું નથી. ભારત સરકાર IPL ની કમાણી પર સીધો ટેક્સ વસૂલતી નથી કારણ કે BCCI એ 2021 માં દલીલ કરી હતી કે IPL ના આયોજનનો હેતુ ક્રિકેટને પ્રોત્સાહન આપવાનો છે.
BCCIએ કરેલી દલિલ મુજબ આ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટેનું આયોજન હોવાને કારણે તેના પર ટેક્સ લગાવવામાં ન આવે. ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે BCCIની આ દલીલ સ્વીકારી હતી, માટે IPLની કમાણી પર BCCI સરકારને કોઈ ટેક્સ ચૂકવતું નથી.
ખેલાડીઓની સેલેરીમાંથી TDS:
IPL કરમુક્ત હોવા છતાં, સરકારને તેમાંથી કમાણી થાય છે. ખેલાડીઓના પગારમાંથી TDS કાપવામાં આવે છે. 2025ની મેગા હરાજીમાં, 10 ટીમોએ ખેલાડીઓ ખરીદવા માટે 639.15 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ સમયગાળા દરમિયાન, 120 ભારતીય અને 62 વિદેશી ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. સરકાર આ ખેલાડીઓને મળતા પગારમાંથી કર વસૂલ કરે છે. સરકાર ભારતીય ખેલાડીઓના પગાર પર 10% અને વિદેશી ખેલાડીઓના પગાર પર 20% TDS લે છે. આ રીતે, સરકારને IPL 2025 માં 89.49 કરોડ રૂપિયાનો ટેક્સ મળ્યો.
આ પણ વાંચો:રાહુલ-આથિયા પર અભિનંદનની વર્ષા, દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે અલગ જ અંદાઝમાં આપી શુભેચ્છા…
IPLમાંથી કેવી રીતે થાય છે કમાણી:
સ્પોન્સરશિપ ડીલ્સ:
સ્પોન્સરશિપ ડીલ્સ IPL માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. કંપનીઓ IPમાં બ્રાન્ડિંગ માટે BCCIને કરોડો રૂપિયા ચૂકવે છે.
સ્ટેડિયમ ટિકિટનું વેચાણ:
મેચ દરમિયાન ટિકિટ વેચાણથી થતી આવક ફ્રેન્ચાઇઝી અને સરકાર વચ્ચે વહેંચવામાં આવે છે.
મર્ચેન્ડાઈઝનું વેચાણ:
આગળ લગ ટીમોની જર્સી, કેપ્સ, સ્ટીકરો અને અન્ય ક્રિકેટ મર્ચેન્ડાઈઝ વેચાણથી પણ કરોડોની આવક ઉભી થાય છે.
GST અને અન્ય કર:
IPL સ્ટેડિયમમાં વેચાતી ફૂડ અઈટમ, ટિકિટો અને અન્ય સર્વિસ પણ કમાણી કરી આપે છે.