ઘટાડા સાથે ખુલ્યા બાદ શેરબજાર તેજીના પાટા પર, આ સેક્ટોરલ ઇન્ડેક્સમાં મોટો વધારો…

મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેર બજારની શરૂઆત નબળી (Indian Stock Market opening) રહી. બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 201 પોઈન્ટના ઘટાડા સાથે 77,087 પર ખુલ્યો. જ્યારે, નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 52 પોઈન્ટના ઘટાડા સાથે 23433 પર ખુલ્યો. જોકે થોડા સમય બાદ શેરબજારમાં તેજી જોવા મળી, સવારે 9.48 વાગ્યે સેન્સેક્સ 189.24ના વધારા સાથે 77,477.74 પર પહોંચ્યો હતો, જયારે 51.65ના વધારા સાથે 23,538.50 પહોંચ્યો હતો.
શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં સૌથી વધુ ઘટાડો ટાટા મોટર્સના શેરમાં નોંધાયો હતો, જેમાં આમાં 5 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. સૌથી વધુ વધારો ઝોમેટોમાં થયો હતો, ઝોમેટોના શેરોમાં લગભગ બે ટકાનો વધારો થયો હતો.
આ પણ વાંચો: શેરબજારનો ફૂટવાનો છે ફૂગ્ગો? રોકાણકારો બંધ કરાવી રહ્યા છે SIP…
શરૂઆતના કારોબારમાં, નિફ્ટીના 2440 શેરોમાંથી 1229 શેર ગ્રીન સિગ્નલમાં, 1157 શેર રેડ સિગ્નલમાં અને 66 શેર કોઈપણ ફેરફાર વિના ટ્રેડ થઇ રહ્યા હતાં. આ ઉપરાંત, 7 શેર તેમના 52 વિક હાઈ પર, 126 શેર તેમના 52 વિક લો સ્તર પર પહોંચ્યા હતા.
આ પણ વાંચો: અફડાતફડીથી ભરપૂર સત્રમાં એક્સચેન્જના માર્કેટ કૅપમાં ₹ 40 હજાર કરોડનો વધારો…
જાહેર ક્ષેત્રની બેંકોના શેરમાં ઉછાળો:
શરૂઆતના કારોબારમાં પબ્લિક સેક્ટર બેંકના શેરમાં સૌથી મોટો ઉછાળો નોંધાયો. શરૂઆતના કારોબારમાં, નિફ્ટી પીએસયુ બેંક 0.98 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ 0.61 ટકા, નિફ્ટી મીડિયા 0.65 ટકા, નિફ્ટી FMCG 0.09 ટકા, નિફ્ટી મેટલ 0.13 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેંક 0.32 ટકા, નિફ્ટી રિયલ્ટી 0.51 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.38 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 0.44 ટકાનો વધારો નોંધાયો.. આ ઉપરાંત, નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર 0.59 ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ 0.51 ટકા, નિફ્ટી ફાર્મા 0.70 ટકા, નિફ્ટી આઇટી 0.02 ટકા, નિફ્ટી ઓટો 1.52 ટકાનો ઘટાડો નોંધાયો.