મનોરંજન

આમિર ખાન હવે યુટ્યુબના સહારે! Aamir Khan Talkies નામથી શરૂ કરી ચેનલ

મુંબઈઃ આમિર ખાનને બોલિવુડનો દિગ્ગજ અભિનેતા કહેવામાં આવે છે. આમિર ખાને 30 વર્ષ ફિલ્મોમાં કામ કર્યું છે. પોતાના ફિલ્મોને લઈને અવાન નવાર તે ચર્ચામાં રહેતો હોય છે, અત્યારે ફરી એકવાર તે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વાત એવી છે કે, આમિર ખાને અત્યારે પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. આમિર ખાને એક વીડિયો શેર કરીને જાતે જ પોતાની યુટ્યુબ ચેલનની જાણકારી આપી છે. એટલું જ નહીં પરંતુ તેની યુટ્યુબ ચેનલ પર માત્ર 17 કલાકમાં 20 વીડિયો પણ પોસ્ટ કરી દીધા છે.

આ પણ વાંચો: રાન્યા રાવે તપાસમાં કર્યો મોટો ખુલાસો, અમદાવાદ કનેકશન આવ્યું સામે

અભિનેતાએ પોતાની ચેલનું નામ Aamir Khan Talkies રાખ્યું છે. તેણે જણાવ્યું કે, આ ચેનલમાં તે ફિલ્મોના પાછળના પદરે રહેલી કહાણીઓ વિશે તે વાત કરવાનો છે. આમિર ખાન પોતાની યુટ્યુબ ચેનલ પર ફિલ્મોના શૂટિંગની રસપ્રદ વાતો અને ગપસપ પાછળનું સત્ય જણાવશે. દુનિયાભરમાં અભિનેતા અને નિર્માતા બન્યા બાદ હવે ચાહકો આમિરની આ નવી સફરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. લોકોને તેની ચેનલને સારો એવો પ્રતિસાદ પણ આપી રહ્યાં છે.

આમિર ખાનને પોતાની ચેનલ માટે ઉત્સાહ પણ વ્યક્ત કર્યો છે. મોટે ભાગે આમિર ખાન દર ત્રણ વર્ષે એક ફિલ્મ લઈને આવે છે. જે સિનેમા ઘરોમાં ધૂમ મચાવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે હવે તે પોતાના યુટ્યુબ ચેનલ પર ફિલ્મો પાછળની દુનિયા કેવી હોય છે? ફિલ્મ બને તે પહેલાની મસ્તી, દરેક સીન પહેલાન વિચારો અને ફિલ્મ કેવી રીતે બને છે તે દરેક ઘટનાઓ વિશે અમિર ખાન પોતાની ચેનલ પર બતાવશે. એટલું જ નહીં પરંતુ આ ચેનલમાં પડદા પાછળની અદ્રશ્ય ઝલકો પણ જોવા મળશે.

પોતાની ચેનલની જાહેરાત કરતા આમિર ખાને એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયામાં તેમે લખ્યું કે, ‘સિનેમા, વાર્તાઓ અને અનફિલ્ટર કરેલ ક્ષણો! અમે તમને એવી કહાણીઓ બનાવી છે જેને જોઈને તમને વર્ષોથી હસાવ્યા, રડાવ્યા અને વિચારો કરતા કર્યાં છે. હવે અમે Aamir Khan Talkies દ્વારા સિનેમાની દુનિયામાં તમારા માટે એક નવો દેખાવ લાવી રહ્યા છીએ!’ આમિર ખાને પોતાની આ ચેનલમાં આત્યાર સુધીમાં 20 વીડિયો પોસ્ટ કર્યાં છે. મહત્વની વાત એ છે કે, યુટ્યુબ દ્વારા આ ચેનલને વેરિફાઈડ પણ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: બ્લુ ટાન્સપરન્ટ ડ્રેસમાં અદિતિ મિસ્ત્રીએ ફોટો શૂટ કરાવીને ઈન્ટરનેટ પર લગાવી આગ

એક સમયે સત્યમેવ જયતે નામનો ટીવી શૉ લાવનાર આમિર પાસેથી રાષ્ટ્રીય અને સામાજિક મુદ્દાઓ પર કન્ટેન્ટ પરિસાઈ તેવી અપેક્ષા હોય, પણ આમિરે હાલમાં તો માત્ર ફિલ્મીદુનિયા પર જ કન્ટેન્ટ આપ્યું છે. જોઈએ તેની આ ચેનલને કેવો રિસ્પોન્સ મળે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button