ટોપ ન્યૂઝનેશનલ

VIDEO: દુશ્મનો ધ્રૂજશે… DRDO-નેવીએ કર્યું VLSRSAM મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ…

નવી દિલ્હી: દેશની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસમાં, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય નૌકાદળે બુધવારે સ્વદેશી રીતે વિકસિત વર્ટિકલ-લોન્ચ્ડ શોર્ટ-રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલ (VLSRSAM)નું પરીક્ષણ કર્યું હતું. ઓડિશાના ચાંદીપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) ખાતે બપોરે લગભગ 12:00 વાગ્યે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું .

પ્રાપ્ત વિગતો અનુસાર સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય નૌકાદળે 26 માર્ચ, 2025 ના રોજ લગભગ 12:00 વાગ્યે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી (ITR) સ્વદેશી રીતે વિકસિત વર્ટિકલ-લોન્ચ્ડ શોર્ટ-રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ (VLSRSAM)નું સફળ પરીક્ષણ કર્યું હતું. રક્ષા મંત્રાલયે આ લોન્ચિંગનો વીડિયો શેર કર્યો છે.

જુઓ વીડિયો

આ પરીક્ષણ જમીન-આધારિત વર્ટિકલ લોન્ચરથી ખૂબ જ નજીકની રેન્જ અને ઓછી ઊંચાઈ પર હાઇ-સ્પીડ એરિયલ લક્ષ્ય સામે કરવામાં આવ્યું હતું. તેણે મિસાઇલ સિસ્ટમની નજીક સીમા નીચી ઊંચાઈ ક્ષમતા સ્થાપિત કરી છે.

આ પણ વાંચો : દરિયામાં ગુપચૂપ રીતે DRDOએ કર્યું મિસાઇલનું પરીક્ષણ, 10 મહિના સુધી કોઇને ખબર પણ ન પડી..

DRDO નું સંપૂર્ણ ધ્યાન સપાટીથી ટૂંકા અંતર સુધી હુમલો કરનાર VLSRSAM પર છે. આ ટૂંકા અંતરની મિસાઇલ સમુદ્રમાં લક્ષ્યો સહિત નજીકના અંતરે આવેલા ફાઇટર જેટ, હેલિકોપ્ટર, યુએવીને નિષ્ક્રિય કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેને 360-ડિગ્રી સ્ટ્રાઇક ક્ષમતા સાથે નૌકાદળના પ્લેટફોર્મ પર તૈનાત કરવામાં આવી રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયે 2023 માં કહ્યું હતું કે ટૂંકા અંતરની આ મિસાઇલની રેન્જ 80 કિલોમીટર હશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button